MP Teacher Recruitment Fraud : મધ્યપ્રદેશના શિક્ષક ભરતી ગોટાળામાં જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ નવા નવા ગોટાળાઓ સામે આવી રહ્યા છે. મુરૈના બાદ હવે ગ્વાલિયરમાં પણ શિક્ષક ભરતી ગોટાળાનો ખુલાસો થયો છે. વર્ષ 2018 માં થયેલા શિક્ષક ભરતી પરિક્ષામાં 184 દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે શિક્ષકના પદ પર નિયુક્ત થયા હતા. આ નિયુક્ત થયેલા શિક્ષકોના સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી તો તેમાં 66 ટીચરના સર્ટિફિકેટ નકલી સાબિત થયા હતા. આ મામલે પોલીસે નકલી સર્ટિફિકેટના આધારે ભરતી થયેલા શિક્ષકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
ADVERTISEMENT
કેવી રીતે થયો ખુલાસો?
વર્ષ 2018 માં મધ્યપ્રદેશ શાસને શિક્ષકોની ભરતી બહાર પાડી હતી. પરીક્ષઆ પરિણામ જાહેર થયા બાદ ગ્વાલિયર-ચંબલ અંચરમાં સૌથી વધારે દિવ્યાંગ શિક્ષકોની નિયુક્તિ થઇ હતી. નિયુક્તિ બાદ સમગ્ર પ્રદેશમાં હડકંપ મચી ગયો અને ત્યાર બાદ દિવ્યાંગોએ પસંદગી પામેલા દિવ્યાંગ શિક્ષકોની તપાસની માંગ કરી હતી. ફરિયાદ બાદ સરકારે ગ્વાલિયર-ચંબલમાં પસંદગી પામેલા તમામ દિવ્યાંગ શિક્ષકોના સર્ટિફિકેટની તપાસ કરાવી તો તેમાં મુરૈના જિલ્લાના 50 કરતા વધારે શિક્ષકોના દિવ્યાંગ સર્ટિફિકેટ નકલી નિકળ્યા હતા. ગોટાળો સામે આવ્યા બાદ કેસ દાખલ કરી લેવામાં આવ્યો.
દિવ્યાંગોની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી
દિવ્યાંગ અભ્યર્થિઓ દ્વારા તપાસની માંગ કરવા અંગે ગ્વાલિયરમાં પણ તમામ પસંદગી પામેલા 184 શિક્ષકોના દિવ્યાંગ સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી. તપાસ કરતા 66 શિક્ષકોના દિવ્યાંગ સર્ટિફિકેટ નકલી નિકળ્યા છે. આ તમામ નકલી સર્ટિફિકેટ પર લાગેલા સીલ અને હસ્તાક્ષર મળી નથી રહ્યા. શિક્ષણ વિભાગના આવેદન પર સ્વાસ્થય વિભાગની તપાસ રિપોર્ટના આધારે 66 શિક્ષકો પર ગોટાળો કરવામાં ગુનો દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT