ચંદીગઢ : હરિયાણામાં ઈ-ટેન્ડરિંગનો વિરોધ કરવા ચંદીગઢ જઈ રહેલા સરપંચોને બુધવારે પંચકુલામાં પોલીસે અટકાવ્યા હતા. સરપંચ પોલીસ દ્વારા મુકવામાં આવેલ બેરીકેટ ઉપર ચઢી ગયા હતા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે સરપંચોએ તેમની સાથે મારપીટ કરી હતી. સરપંચોએ બેરીકેટ તોડી નાખ્યા. જે બાદ પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે જોરદાર લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં અનેક સરપંચો ઘાયલ થયા છે.
ADVERTISEMENT
ખટ્ટરે મોકલેલા OSD સાથેની બેઠક નિષ્ફળ
હોબાળો વધતો જોઇએ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના OSD ભુપેશ્વર દયાલને સરપચો સાથે વાતચીત કરવા માટે મોકલ્યા છે. જો કે સરપંચોએ તેમની કોઇ વાત સાંભળવાનો ઇન્કાર કરીને તેમને હડધુત કરીને રવાના કરી દીધા હતા. હાલ તો તમામ સરપંચો ચંડીગઢ-પંચકુલા બોર્ડર પર ધરણા પ્રદર્શનપ ર બેસી ગયા છે.
2 લાખથી વધારેના કામ માટે ઇ ટેન્ડરિંગ ફરજીયાત
હરિયાણા સરકારે આ વર્ષે 2 લાખથી વધારેના કામ માટે ઇ ટેન્ડરિંગ ફરજીયાત કરી દીધું છે. જેના કારણે સરપંચો સરકારનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, એક ગલી-નાલીનું કામ પણ પોતાના સ્તરે ન કરાવી શકે તો કોઇ અર્થ નથી. તેઓએ સરકારી અધિકારીઓના ગુલામ બનાવવા માટે મજબુર કરવામાં આવી રહ્યા છે. તેમના ધારાસભ્યો માટે રાઇટ ટુ રિકોલની માંગ કરી હતી. જેના વિરોધમાં સરપંચ બુધવારે મુખ્યમંત્રી ખટ્ટરના આવાસના ઘેરાવ માટે જઇ રહ્યા હતા. જેમને પોલીસે અટકાવ્યા અને મામલો ઉગ્ર બનતા પોલીસ અને સરપંચો વચ્ચે ભારે ધક્કામુક્કી અને મારામારી થઇ હતી.
પંચાયત મંત્રી સાથેની બેઠક પણ નિષ્ફળ રહી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ સરપંચો સાથે હરિયાણાના પંચાયત મંત્રી દેવેન્દ્ર બબલી ઈ ટેન્ડરિંગ વિવાદ મુદ્દે બેઠક થઇ હતી. જ્યાં બબલીએ પોતાના હાથમાં કંઇ જ નહી હોવાનું કહીને હાથ ઉંચા કરી દીધા હતા. તેઓ પ્રશ્નોને સીએમને જણાવી દેશે. અંતિમ નિર્ણય કેબિનેટ દ્વારા લેવાશે. જેના કારણે સરપંચો ભડકી ગયા હતા અને 1 માર્ચે ચંડીગઢમાં સીએમ આવાસ ઘેરવાની જાહેરાત કરી હતી.
ગુરનામસિંહ ચઢૂનીએ હાથ ઉંચા કરી દીધા હતા
બીજી તરફ ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની અને નવીન જયહિંદ પણ સરપંચોના પ્રદર્શનને ટેકો જાહેર કરીને આમાં જોડાયા હતા. હરિયાણામાં ઈ-ટેન્ડરિંગના વિરોધમાં ચંદીગઢ જઈ રહેલા સરપંચોને પંચકુલામાં જ પોલીસે અટકાવ્યા હતા. જેના કારણે હવે તમામ સરપંચો પંચકુલા-ચંડીગઢ બોર્ડર પર જ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. જ્યાં સુધી તેમની માંગ નહી માનવામાં આવે ત્યાં સુધી તેઓ અહીં પ્રદર્શન કરશે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે ઇટેન્ડરિંગ અંગે મુખ્યમંત્રીની હઠધર્મિતાને જવાબદાર ઠેરવ્યા હતા.
ADVERTISEMENT