ટીમ ઈન્ડિયામાં ચાન્સ ન મળતા સેમસનને આ દેશમાંથી રમવાની ઓફર મળી, સંજૂનો જવાબ દિલ જીતી લેશે

અમદાવાદ: ટીમ ઈન્ડિયાના સ્ટાર અને ટેલેન્ટેડ બેટ્સમેન તથા વિકેટકીપર સંજૂ સેમસનને સતત તક આપવામાં આવી રહી છે. ભારતીય ટીમમાં તક મળે ત્યારે સારું પ્રદર્શન કરવા…

gujarattak
follow google news

અમદાવાદ: ટીમ ઈન્ડિયાના સ્ટાર અને ટેલેન્ટેડ બેટ્સમેન તથા વિકેટકીપર સંજૂ સેમસનને સતત તક આપવામાં આવી રહી છે. ભારતીય ટીમમાં તક મળે ત્યારે સારું પ્રદર્શન કરવા છતાં ટીમ મેનેજમેન્ટ દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે. તેને ટી-20 વર્લ્ડકપની સ્ક્વોડમાં સ્થાન ન મળ્યું, તાજેતરની બાંગ્લાદેશ સામેની સીરીઝમાં પણ તેને તક આપવામાં આવી નથી. આ બધા વચ્ચે અન્ય એક દેશ દ્વારા સંજૂ સેમસનને તેમના માટે રમવાની ઓફર આપવામાં આવી છે.

આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડની સેમસનને ઓફર
ક્રિકઈન્ફોર્મરના એક રિપોર્ટ મુજબ, સંજૂ સેમસનને આયરલેન્ડ ક્રિકેટ દ્વારા તેમના દેશ માટે રમવાની ઓફર આપવામાં આવી છે.સાથે જ આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટે સંજૂને ટીમની તમામ મેચોમાં રમવાની તક અપાશે તેવી પણ ગેરંટી આપી છે.

દરેક મેચમાં રમાડવાની ઓફર મળી
આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટના કહેવા મુજબ, જો તે અમારી નેશનલ ટીમમાં હશે તો અમે તેને અમારી દરેક મેચમાં રમવાની તક આપીશું. અમે તેને અમારી નેશનલ ટીમ માટે મેચ રમવાની ઓફર આપી રહ્યા છીએ. અમારી ટીમને તેમના જેવા કેપ્ટન અને બેટ્સમેનની જરૂર છે. જો ભારતીય ટીમ તેને નજરઅંદાજ કરી રહી હોય તો તે અમારી સાથે જોડાઈ શકે છે, અમે તેનો આદર કરીએ છીએ અને દરેક મેચમાં તેને રમાડીશું.

જવાબમાં સંજૂએ શું કહ્યું?
જોકે જવાબમાં સંજૂ સેમસને આયરલેન્ડની ક્રિકેટ ટીમના પ્રેસિડેન્ટનો આભાર માન્યો અને કહ્યું કે, હું સમજી શકું છું કે ઘણીવાર આપણે રાહ જોવી પડતી હોય છે, હાલમાં હું અહીં જ છું અને મારા સિલેક્ટર્સના ફોન કોલની રાહ જોઈ રહ્યો છું, પરંતુ મારું સપનું હજુ પણ ભારતીય ટીમ માટે રમવાનું છે અને હું ક્યારેય અન્ય કોઈ દેશ માટે નહીં રમું.

    follow whatsapp