સંજય રાઉત અને પવારને મળી જાનથી મારી નાખવાની ધમકીઃ સુપ્રિયા સુલે પહોંચી કમિશનરને મળવા

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદપવાર અને ઉદ્ધવ ઠાકરે જુથના સાંસદ સંજય રાઉદને જાનથી મારી નાખવાની ધમકી મળવાનો મામલો સામે આવ્યો છે. આ ધમકી…

gujarattak
follow google news

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદપવાર અને ઉદ્ધવ ઠાકરે જુથના સાંસદ સંજય રાઉદને જાનથી મારી નાખવાની ધમકી મળવાનો મામલો સામે આવ્યો છે. આ ધમકી એક વેબસાઈટ દ્વારા આપવામાં આવી છે. પવારની દીકરી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ પોલીસને મદદ અને ન્યાય માટે અરજ કરી છે. તે મુંબઈ પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા હતા.

સુપ્રિયા સુલેએ કહ્યું, મને પવાર સાહેબ માટે વોટ્સએપ પર એક મેસેજ મળ્યો. તેમને એક વેબસાઈટ દ્વારા ધમકી આપવામાં આવી છે. તેથી જ હું ન્યાય મેળવવા પોલીસ પાસે આવી છું.

સંજય રાઉતના ભાઈએ માહિતી આપી
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત અને તેમના ભાઈ સુનીલ રાઉતને ગુરુવારથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય સુનીલ રાઉતે જણાવ્યું કે ધમકીભર્યા મેસેજમાં તેમને મીડિયા સાથે વાત ન કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ અંગે મુંબઈ પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહમંત્રીને જાણ કરવામાં આવી છે.

Virat Kohliએ WTC Finalમાં આઉટ થયા પછી જે કર્યું લોકો થઈ ગયા લાલઘૂમ

“નિમ્ન સ્તરનું રાજકારણ”
સુપ્રિયા સુલેએ કહ્યું, હું મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને ન્યાય માટે અપીલ કરું છું. આવા કૃત્યો નિમ્ન કક્ષાનું રાજકારણ છે, જે બંધ થવું જોઈએ.

    follow whatsapp