સેમ સેક્સ મેરેજઃ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું મોટું નિવેદન, કાયદેસરની માન્યતા વગર સમસ્યાઓ પર વિચારવા તૈયાર

સંજય શર્મા.નવી દિલ્હીઃ સેમ સેક્ટ મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના આઠમા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા મોટું નિવેદન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે વગર માન્યતાએ સમલૈંગિકોની…

સેમ સેક્સ મેરેજઃ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું મોટું નિવેદન, કાયદેસરની માન્યતા વગર સમસ્યાઓ પર વિચારવા તૈયાર

સેમ સેક્સ મેરેજઃ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું મોટું નિવેદન, કાયદેસરની માન્યતા વગર સમસ્યાઓ પર વિચારવા તૈયાર

follow google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ સેમ સેક્ટ મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના આઠમા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા મોટું નિવેદન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે વગર માન્યતાએ સમલૈંગિકોની સમસ્યાઓ પર વિચાર કરવા માટે તૈયારી દર્શાવી છે. તંત્રના સ્તર પર એક કમિટિની રચના કરવા તૈયાર કેન્દ્ર સરકારની તરફથી સોલિસિટર જનરલ એસજી તુષાર મહેતાએ કહ્યું કે સરકાર સમલૈંગિકોની સમસ્યાઓ પર પોઝિટિવ રીતે વિચાર કરી રહી છે. તે કેબિનેટ સચિવ સ્તરના અધિકારીઓની કમિટિ બનાવવા પણ તૈયાર છે.

કાંઈ ન મળવા કરતા કાંઈ મળવું પણ ઉપલબ્ધીઃ સીજેઆઈ
સમલૈંગિક લોકોની સમસ્યાઓને તે કમિટિ સામ મુકી શકાય છે પરંતુ સમલૈંગિક વવિવાકને કાયદેસરની માન્યતા આપવાના વિરુદ્ધમાં કેન્દ્રએ કોઈ ફેરફાર કર્યો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમલૈંગિક વિવાહને માન્યતાનો મુદ્દો અમે નક્કી કરીશું. આ સંવેદનશીલ કાયદા મુદ્દા પર આ સંવિધાન પીઠ નક્કી કરશે કે સેમ સેક્સ મેરેજને માન્યતા આપવામાં આવી શકે કે નહીં. સીજેઆઈ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે કશું ના મળે તેના કરતા સારું છે કાંઈક મળવું પણ ઉપલબ્ધી રહેશે. ન્યાયાલય એક સાથે રહેવાના અધિકારની સ્વીકૃતિ સુનિશ્ચિત કરી શકે છે. અમે આવી સ્થિતિ નથી ઈચ્છતા કે જ્યાં કાંઈ પણ હાથમાં ન રહે.

રાજકોટઃ ગુંડાતત્વોનો આતંક, પેટ્રોલ ભરાવ્યા પછી કર્યો છરીથી હુમલો- CCTV

હાલ સરકાર જે આપે તે સ્વીકારી લોઃ કોર્ટ
જસ્ટિસ એસ રવિંદ્ર ભટે અરજકર્તાઓને યાદ અપાવ્યું કે અમેરિકાના કાયદામાં બદલાવમાં અડધી સદી લાગી ગઈ હતી. હવે પણ અમારા નિર્ણયથી આપના આંદોલનનો અંત નહીં થાય. કારણ કે તે પછી સરકારને જ આગળનું કામ કરવું પડશે. કારણ કે વૈચારિક ક્ષેત્રમાં ન્યાયલયના ક્ષેત્રથી ઉપર પુરી રીતે વિધાન પરિવર્તનની જરૂરિયાત છે. જેને ધ્યાનમાં રાખીને કોર્ટની આ ટિપ્પણી મહત્વની છે કે, હાલ કોર્ટમાં સરકાર જે આપવા પર રાજી છે તેને અરજકર્તાઓ સ્વીકાર કરી લે. આગળ સરકાર પાસે આશાઓ બાંધે. સેમ સેક્સ મેરેજમાં મધ્ય પ્રદેશની સરકાર તરફથી રાકેશ દ્વિવેદીએ કહ્યું કે અદાલતને આ મામલામાં ન પડવું જોઈએ.

બીજા લગ્ન કરે તો શું?
રાકેશ દ્વિવેદી અદાલતે આ મામલામાં એટલે ન પડવું જોઈએ કારણ કે જો સમલૈંગિક જોડું પોતાના જોડીદારથી વધુ કોઈ સંબંધમાં રહેતા કોઈ અન્ય સમલૈંગિક જોડે વિવાહ કરી લે તો શું થશે? શું એ ગુનાઓની યાદીમાં એક વધુ સંખ્યા વધારવા જેવું નહીં થાય? તેનાથી લડવાના કાયદાકીય ઉપાય શું હશે? તેથી આ સામાજિક અને કાયદાકીય જાળીને ધ્યાનમાં રાખીને સમાજમાં આ પ્રકારના લગનને મંજુરી આપવા માટે વિધાનસભામાં ચર્ચા માટે સલાહની જરૂર છે. ઉલ્લેખનીય છે કે આજે સુપ્રીમ કોર્ટમાં સાતમા દિવસની સુનાવણી પુરી થઈ ગઈ છે. હવે આગામી અઠવાડિયાના મંગળવારે વધુ સુનાવણી થશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp