Lok Sabha Election 2024: સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી

Lok Sabha Election 2024: સમાજવાદી પાર્ટીએ આ વર્ષે યોજાવા જઈ રહેલી લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 16 ઉમેદવારોના નામોની…

gujarattak
follow google news

Lok Sabha Election 2024: સમાજવાદી પાર્ટીએ આ વર્ષે યોજાવા જઈ રહેલી લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 16 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડિમ્પલ યાદવ, ધર્મેન્દ્ર યાદવ અને અક્ષય યાદવ જેવા મોટા નેતાઓની સીટોની જાહેરાત કરવામાં આવી છે. INDIA ગઠબંધનની બેઠકોના રાઉન્ડની વચ્ચે આ યાદી જાહેર કરવામાં આવી છે.

16 ઉમેદવારોના નામ જાહેર

સપાની પ્રથમ યાદીમાં 16 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરીથી જ્યારે ધર્મેન્દ્ર યાદવ બદાયુથી ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024ને લઈને ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. યુપીના પૂર્વ સીએમ અને સપા સુપ્રીમો અખિલેશ યાદવે ઘણી વિચાર-વિમર્શ બાદ 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા.

આ નેતાઓને ઉતારવામાં આવ્યા મેદાનમાં

સમાજવાદી પાર્ટીની પ્રથમ યાદીમાં ડિમ્પલ યાદવ, અક્ષય યાદવ અને ધર્મેન્દ્ર યાદવ જેવા મોટા નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

સપાની પ્રથમ યાદીમાં 11 OBC, 1 મુસ્લિમ, 1 દલિત, 1 ઠાકુર, 1 ટંડન અને 1 ખત્રી ઉમેદવારોનો સમાવેશ થાય છે. સમાજવાદી પાર્ટીએ અયોધ્યા બેઠક પર દલિત ઉમેદવારને ટિકિટ આપી છે.

કોંગ્રેસે વ્યક્ત કરી હતી નારાજગી

અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને 11 સીટોની ઓફર કરી હતી. તાજેતરમાં જ યુપીમાં INDIA બ્લેક હેઠળ સપા અને આરએલડીનું ગઠબંધન થયું હતું, જે અંતર્ગત સપા પ્રમુખે આરએલડીને 7 સીટો આપવાની જાહેરાત કરી હતી. જોકે, કોંગ્રેસે આ બેઠક વહેંચણી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી યુપીમાં ગઠબંધનને લઈને સસ્પેન્સ હતું. આ વચ્ચે હવે અખિલેશ યાદવે 16 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

    follow whatsapp