અલીગઢ : મોડલ સાથે દુષ્કર્મના માલે ફરાર રહેલા સપા નેતા કૌશલ દિવાકરે કોર્ટમાં સરેન્ડર કરી દીધું હતું. સીજેએમ ન્યાયાલયમાં સરેન્ડર કરવા દરમિયાન કૌશલ દિવાકરે જણાવ્યું કે, તેમના પર લાગેલા તમામ આરોપ ખોટા છે. અમે બંન્ને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. અહીંથી મુંબઇ સુધી સાથે રહ્યા.
ADVERTISEMENT
મોડલ દ્વારા આરોપ લગાવાયેલા આરોપ બાદ ફરાર હતા નેતા
અલીગઢ જિલ્લામાં ક્વાર્સી ક્ષેત્રની મોડલ સાથે દુષ્કર્મ આચરવા મામલે ફરાર સપા નેતા કૌશલ દિવાકરે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. ગત્ત દિવસોમાં પોલીસે તેમના ઘરને પણ જપ્ત કર્યું હતું. આ દરમિયાન સપા નેતાએ કહ્યું કે, તેમણે કોઇ દુષ્કર્મ કર્યું નથી. પરંતુ બંન્ને લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. સપા નેતા કૌશલ દિવાકરનો આરોપ છે કે, તેમણે કોર્ટમાં સરેન્ડર માટેની અરજી કરી હતી. તેમ છતા તેમના ઘરને જપ્ત કરવામાં આવ્યું અને પોલીસે તેમની સાથે અન્યાય કર્યો છે અને મને આશા છે કે કોર્ટ તેમની સાથે ઇન્સાફ કરશે.
ફેસબુકના માધ્યમથી બંન્ને વચ્ચે મિત્રતા થઇ હતી
બીજી તરફ પીડિતાનું કહેવું છે કે, ફેસબુકના માધ્યમથી સપા નેતા કૌશલ દિવાકર સાથે તેમની મિત્રતા થઇ હતી. ત્યાર બાદ 19 અથવા 20 એપ્રીલ 2022 ની સાંજે આરોપી કૌશલ દિવાકર પોતાના ઘર આર્યનગર પાસે લઇ ગયા. કોલ્ડડ્રિંકમાં નશીલો પદાર્થ પીવડાવીને સફારી ગાડીમાં જ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેઓ મુંબઇ જતા રહ્યા હતા.
બંન્ને મુંબઇમાં પણ લિવ ઇનમાં રહેતા હોવાનો દાવો
મુંબઇમાં રહેવા દરમિયાન આરોપી કૌશલ ફરીથી તેના ફ્લેટ પર પહોંચ્યા અને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તેઓ અવિવાહિત છે પરંતુ થોડા દિવસો બાદ તેને માહિતી મળી કે તેઓ પરણિત છે અને તેના બે બાળકો પણ છે. તેમ છતા પણ આરોપી સતત લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હતો.
દિવાકરે કહ્યું કે રેપ નથી કર્યો લિવ ઇનમાં સાથે રહેતા હતા
સીજેએમ ન્યાયાલયમાં સરેન્ડર કરવા દરમિયાન કૌશલ દિવાકરે જણાવ્યું કે, તેમના પર લગાવાયેલા તમામ આરોપ ખોટા છે. અમે બંન્ને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. અહીંથી મુંબઇ સુધી સાથે રહ્યા. મારા પર જે પણ આરોપ લાગેલા છે તે ખોટા છે, મારી માંગ છે કે પોલીસ અમારા બંન્નેના કોલ ડિટેઇલના આધારે તપાસ કરાવે જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે. મારા પરિવારના લોકોને ખોટી રીતે ધમકીઓ અપાઇ રહી છે.
ADVERTISEMENT