Salman Khan: કેનેડામાં પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલના ઘરે મોડી રાત્રે હુમલો થયો હતો. ગ્રિપ્પીને ફેસબુક પોસ્ટ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી. ધમકીમાં ગિપ્પીને કહેવામાં આવ્યું હતું કે તે સલમાન ખાનનો મિત્ર હોવાથી તેની સાથે આવું થઈ રહ્યું છે. હવે આ મામલે એક નવું અપડેટ આવ્યું છે. મુંબઈ પોલીસે સલમાન ખાનની સિક્યોરિટીની સમીક્ષા કરી છે. તો જે ફેસબુક એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવી છે, તેની પણ તપાસ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સલમાન ખાનને કરાઈ જાણ
આ કેસની તપાસ કરતા મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનની સુરક્ષાની સમીક્ષા કરી છે. તો તેમને આ ધમકી વિશે જાણ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ ફેસબુક પોસ્ટ દ્વારા ધમકી વિશે પણ સલમાન ખાનને જાણ કરી છે. સલમાન ખાનને ફેસબુક પોસ્ટ દ્વારા આડકતરી ધમકી આપવામાં આવી છે. આ એકાઉન્ટ લોરેન્સ બિશ્નોઈના નામે બનાવવામાં આવ્યું છે. આમાં તેના ફોટોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
પોલીસે ફેસબુક ઓફિસનો કર્યો સંપર્ક
અત્યાર સુધીની તપાસમાં એ જાણવા મળ્યું છે કે લોરેન્સ બિશ્નોઈના નામે બનાવેલું આ ફેસબુક એકાઉન્ટ ભારત બહારનું છે. આ પોસ્ટનું ફોલોઅપ લેતા મુંબઈ પોલીસ સુઓમોટોએ સલમાન ખાન સાથે વાત કરી છે. આ મામલે ફેસબુક ઓફિસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. એકાઉન્ટ હોલ્ડરનું IP એડ્રેસ અને અન્ય વિગતોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
‘તને કોઈ નહીં બચાવી શકે’
તમને જણાવી દઈએ કે, લોરેન્સ બિશ્નોઈના નામે લખાયેલી આ પોસ્ટમાં પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલ માટે લખવામાં આવ્યું હતું કે ‘તુ સલમાન ખાનને તારો ભાઈ કહે છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે તારો ભાઈ સામે આવે અને તને બચાવે. એવા વહેમમાં જરાય ન રહેતો કે દાઉત તને બચાવી લેશે. તને કોઈ નહીં બચાવી શકે. સિદ્ધુ મુસેલવાલાની મોત પર તારું નાટક મેં જોયું હતું. આપણે બધા જાણીએ છીએ કે સિદ્ધુ મુસેવાલા કેવો વ્યક્તિ હતો અને કેવા લોકો સાથે જોડાયેલો હતો, હવે તારો વારો આવી ગયો છે. આને ટ્રેલર સમજી લેજે, આખી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે, તારે જે દેશમાં ભાગવું હોય તે દેશમાં ભાગી જજે. યાદ રાખજે મોત માટે કોઈ વિઝાની જરૂર પડતી નથી, તે ગમે ત્યારે આવી જાય છે.
ધમકી બાદ ગ્રિપ્પીમાં ચિંતામાં
જોકે, ધમકી મળ્યા બાદ ગિપ્પીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે સલમાન ખાનનો મિત્ર નથી. તે માત્ર એક કે બે વાર જ તેને મળ્યો છે. પોતાના ઘર પર થયેલા હુમલાથી તે પોતે પણ આઘાતમાં છે.
ADVERTISEMENT