WFI Elections 2023 : ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહને રેસલિંગ ફેડરેશન (WFI)ના પ્રમુખ તરીકે ચૂંટવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. રેસલર સાક્ષીએ કહ્યું કે, ફેડરેશન સામેની લડાઈમાં ઘણા વર્ષો લાગ્યા. જે આજે પ્રમુખ બન્યા છે તે બ્રિજભૂષણ સિંહનો જમણો હાથ છે.તેણે કહ્યું કે, હું કુસ્તીમાંથી સંન્યાસ લઈ રહી છું અને મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે કે તેઓ ન્યાય કરશે.
ADVERTISEMENT
વિનેશ ફોગાટે પણ વ્યક્ત કરી નારાજગી
સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કર્યા બાદ વિનેશ ફોગાટ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તે ખરેખર દુઃખદ છે કે અમે લડવાનો પ્રયાસ કર્યો, પરંતુ જીતી શક્યા નહીં.અમને ત્રણ-ચાર મહિના રાહ જોવાનું કહેવામાં આવ્યું અને કંઈ થયું નહીં. સંજય સિંહને આજે પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમને પ્રમુખ બનાવવાનો અર્થ એ થશે કે રમતગમતની છોકરીઓને ફરીથી શિકાર બનવું પડશે. અમે જે લડાઈ લડી રહ્યા હતા તેમાં તેઓ સફળ થઈ શક્યા નથી.
ADVERTISEMENT