Sahil Khan Arrested: એક્ટર સાહિલ ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાહિલ ખાન મુશ્કેલીમાં મુકાયા છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં મુંબઈ પોલીસ SIT દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. એક્ટર ખાન ધ લાયન બુક એપ નામની સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલા હતા, જે મહાદેવ બેટિંગ એપ નેટવર્કનો જ એક ભાગ છે. આ કેસમાં મુંબઈ પોલીસ SITએ અગાઉ તેમની પૂછપરછ કરી હતી. અભિનેતાએ આગોતરા જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
છત્તીસગઢથી સાહિલ ખાનની ધરપકડ
હવે મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અત્યાર સુધીમાં અનેક એક્ટર્સના નામ સામે આવી ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં સાહિલ ખાનનું નામ પણ સામેલ થઈ ગયું છે. સાહિલ ખાનની છત્તીસગઢથી ધરપકડ કરવામાં આવી છે, જ્યાંથી તેમને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. તેઓ લોટસ બુક 24/7 નામની બેટિંગ એપ્લિકેશન વેબસાઈટમાં પાર્ટનર છે, જે મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશન નેટવર્કનો ભાગ છે.
પાર્ટનરશિપમાં લૉન્ચ કરી હતી લોટસ બુક
એક્ટર પર લાયન બુક એપને પ્રમોટ કરવાનો અને તેના ઈવેન્ટ્સ એટેન્ડ કરવાનો આરોપ લાગ્યો છે. લાયન બુકને પ્રમોટ કર્યા પછી તેમણે પાર્ટનરશિપમાં લોટસ બુક 24/7 એપ લૉન્ચ કરી હતી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં પોલીસ આ કેસમાં વધુ મહત્વના પાસાઓ સામે લાવી શકે છે.
કોણ છે સાહિલ ખાન?
અભિનેતા સાહિલ ખાને એક્સક્યુઝ મી અને સ્ટાઈલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, સાહિલ ખાન ફિલ્મોમાં કંઈ કમાલ કરી શક્યા નહોતા. આ પછી તેમણે ઈન્ડસ્ટ્રી છોડી દીધી. ત્યારપછી તેમની ફિટનેસ જર્ની શરૂ થઈ અને તેઓ ફિટનેસ ઈન્ફ્લુએન્સર બની ગયા. સાહિલ ખાન ડિવાઇન ન્યુટ્રિશન નામની કંપની ચલાવે છે, જે ફિટનેસ સપ્લીમેન્ટ્સ વેચે છે.
ADVERTISEMENT