‘સોનિયા નહીં, વસુંધરા ગેહલોતના નેતા… અજમેરથી શરૂ કરીશ પદયાત્રા’, સચિન પાઈલોટની મોટી જાહેરાત

જયપુર: રાજસ્થાનમાં કોંગ્રેસની અંદર છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી આંતરિક વાદવિવાદ મંગળવારે સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા સચિન પાયલટે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પર…

gujarattak
follow google news

જયપુર: રાજસ્થાનમાં કોંગ્રેસની અંદર છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી આંતરિક વાદવિવાદ મંગળવારે સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા સચિન પાયલટે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, અમે અશોક ગેહલોતનું છેલ્લું ભાષણ સાંભળ્યું, આ ભાષણ સાંભળ્યા પછી મને લાગે છે કે તેમના (અશોક ગેહલોત) નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ તેમના નેતા વસુંધરા રાજે સિંધિયા છે.

અશોક ગેહલોતના નિવેદનનો ઉલ્લેખ કરતા સચિન પાયલટે કહ્યું કે, એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અમારી સરકારને તોડી પાડવાનું કામ કરી રહી છે. બીજી તરફ તેઓ કહી રહ્યા છે કે અમારી સરકાર વસુંધરા રાજેએ બચાવી હતી. આ નિવેદનમાં ઘણો વિરોધાભાસ છે. મને લાગે છે કે આની સ્પષ્ટતા થવી જોઈએ.

2020માં વિદ્રોહનો ઉલ્લેખ કરતા સચિન પાયલટે કહ્યું કે, અમે સરકારમાં નેતૃત્વ પરિવર્તન ઈચ્છતા હતા. અમે અમારી વાત પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ મૂકી છે. અનેક રાઉન્ડની બેઠકો બાદ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પછી અમે બધાએ કોંગ્રેસને મજબૂત કરવા સખત મહેનત કરી. આ કાર્યકાળ અઢી વર્ષ સુધી ચાલ્યો, જેમાં અમારા દ્વારા અનુશાસન તોડવાનું કોઈ કાર્ય કરવામાં આવ્યું ન હતું.

ભાજપના નેતઓનો ગુણગાન કરાઈ રહ્યા છે- પાયલોટ
પાયલોટે કહ્યું, મેં પહેલીવાર જોયું કે અમારી સરકાર, અમારા ધારાસભ્યો, અમારા નેતાઓને બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરવામાં આવી રહ્યા છે જ્યારે ભાજપના નેતાઓના વખાણ થઈ રહ્યા છે તે સમજની બહાર છે.

પાયલોટે કહ્યું, ગઈ કાલે અમારા પર આરોપો લગાવવામાં આવ્યા હતા. અમે અમારી પાર્ટી અને સરકારની છબીને નુકસાન પહોંચાડવા માંગતા ન હતા. તેઓ પોતાની જ સરકાર અને ધારાસભ્યોને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. આ કામ ખોટું છે, અમે બધા અમારી વાત રાખવા દિલ્હી ગયા. કોના પર આરોપો લગાવાઈ રહ્યા છે. જેઓ 30-40 વર્ષથી જાહેર જીવનમાં છે.

અજમેરથી પદયાત્રા કરશે પાઈલોટ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સચિન પાઈલોટે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, તેઓ 11મી મેથી 5 દિવસ જન સંઘર્ષ યાત્રા નીકાળવા જઈ રહ્યા છે. આ યાત્રા અજમેરથી શરૂ થશે. યાત્રા ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં હશે. આ યાત્રા બાદ કોઈ બીજો નિર્ણય લેવામાં આવશે.

    follow whatsapp