ગાંધીનગર : રાજયસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઇએ ચૂંટણી યોજવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઇ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી આયોજીત થશે.
ADVERTISEMENT
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. વાસ્તવમાં આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાનો કાર્યકાળ પુર્ણ થઇ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠકો માટે આગામી 24 તારીખે ચૂંટણી આયોજીત થવાની છે. વિદેશમંત્રી એસ.જયશંકર આવતીકાલે બપોરે 12.39 વાગ્યે ફોર્મ ભરાવા જઇ રહ્યા છે.
ભાજપના એક ઉમેદવાર એસ.જયશંકર આવતીકાલે બપોરે 12.39 વાગ્યે ફોર્મ ભરશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર યાદવ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહેશે. ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. જો કે હાલમાં તો ભાજપના એક જ ઉમેદવાર જયશંકર ફોર્મ ભરશે. તેઓ પીએમ સાથે વિદેશ પ્રવાસ જવાના હોવાના કારણે નિર્ધારિત સમય કરતા વહેલા ફોર્મ ભરશે. જો કે અન્ય ઉમેદવારો અંગે હજી સુધી કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ADVERTISEMENT