નવી દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સોમવારે ઓસ્ટ્રિયન વિદેશમંત્રી એલેકઝેન્ડર શાલેનબર્ગે ભારતને અસહજ કરનારી એક ટિપ્પણી કરી હતી. ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રીએ સોમવારે કહ્યું કે, ઓસ્ટ્રિયામાં ભારતથી ગત્ત વર્ષે મોટા પ્રમાણમાં બિનકાયદેસર પ્રવાસીઓ આવ્યા. મંત્રીનું આ નિવેદન બંન્ને દેશો વચ્ચે સોમવારે પ્રવાસન અને આવાગમનની સંયુક્ત સમજુતી બાદ આપ્યું હતું.
ADVERTISEMENT
આ સમજુતી બંન્ને દેશો માટે ખુબ જ મહત્વની
આ સમજુતી બાદ ઓસ્ટ્રિયામાં બિનકાયદેસર રીતે ભારતીય નાગરિકોને ભારત સરકાર પરત બોલાવશે. તેના બદલામાં ઓસ્ટ્રિયા ભારતીય વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને કુશળ શ્રમીકો માટે સરળ વીઝા પોલીસી સુનિશ્ચિત કરશે. ઓસ્ટ્રિયન વિદેશ મંત્રી એલેકજેન્ડર શાલેનબર્ગ અને ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે સોમવારે વિયનામાં આ સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા.
જયશંકરે ઓસ્ટ્રિયન રાષ્ટ્રપતિ સાથે કરી મહત્વની ચર્ચા
જયશંકરે આ દરમિયાન રાષ્ટ્રપતિ એલેકજેન્ડર વાન ડેર બેલન અને ચાંસેલર કાર્લ નેહમર સહિત અનેક અન્ય નેતાઓની સાથે પણ વિસ્તારથી વાત કરી હતી. રશિયન અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ઉકેલવા માટે તેમણે વાતચીત કરીને આહ્વાન કર્યું અને ભારતને શાંતિ અને તર્કશીલ દેશ ગણાવ્યો હતો.
પ્રવાસન જરૂરી પરંતુ બિનકાયદેસર પ્રવાસીઓ સમસ્યા
ઓસ્ટ્રિયન મંત્રીએ કહ્યું કે, સૌથી મહત્વપુર્ણ વાત એ છે કે, આજે અમે એક વ્યાપક પ્રવાસન અને આવન જાવન સંયુક્ત સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે, આ સમજુતી એટલા માટે પણ મહત્વપુર્ણ થઇ જાય છે કારણ કે ગત્ત વર્ષે ઓસ્ટ્રિયન માં શરણ ઇચ્છતા લોકોની સંખ્યા રેકોર્ડ એક લાખથી વધારે પહોંચી ચુકી છે. શોલનબર્ગે કહ્યું કે, સર્બિયાના રસ્તે ઓસ્ટ્રિયામાં બિનકાયદેસર આવતા ભારતીયોની સંખ્યા પણ ખુબ જ વધારે હતી.
ઓસ્ટ્રિયન મંત્રી દ્વારા અસહજ કરનારી વાત કરી
ઓસ્ટ્રિયન મંત્રી એલેકઝેન્ડર શાલેનબર્ગે કહ્યું કે, 2021 માં ભારત તરફથી માત્ર 600 આવેદન આવ્યા હતા. જો કે ગત્ત વર્ષે અચાનક આ સંખ્યા વધીને 18 હજાર પહોંચી ચુકી છે. ત્યાર બાદ અમે સર્બિયા પર દબાણ કર્યું છે કે તેઓ પોતાના વિઝા ઉદારીકરણ નીતિઓમાં યુરોપિયન યુનિયનની નીતિ લાગુ કરે. અમે તેમના આભારી છીએ કે તેમણે આ પરિવર્તન કર્યું.
ADVERTISEMENT