અમદાવાદ : ગત વર્ષે રશિયા અને યુક્રેન યુદ્ધની શરૂઆત થતાની સાથે જ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થયને ચર્ચાઓ થતી જોવા મળે છે. એક રિપોર્ટ પ્રમાણે પુતિનની તબિયત હાલ સ્થિર નથી. તેમનું સ્વાસ્થય ખુબ જ કથળી ચુક્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. ડોક્ટર્સ પણ તેમના સ્વાસ્થય માટે ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. મેટ્રોના એક અહેવાલ પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિને મગજનો સતત અને ખુબ જ દુખાવો થયા કરે છે. આ ઉપરાંત તેમને ધુંધળુ દેખાય છે. બોલવામાં પણ તકલીફ પડે છે અને તેમની જીભ સતત થોથવાય છે. જેના કારણે તેઓ સ્પષ્ટ બોલી શકતા નથી. પુતિનની સારવાર કરી રહેલા ડોક્ટર્સમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ડોક્ટર્સ પર પુતિનના સ્વાસ્થય અને સારવારનું ખુબ જ પ્રેશર
અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ સારવારનું પ્રેશર છે. આ ઉપરાંત રોજે રોજ તેમના સ્વાસ્થય અંગે અફવાઓ ફેલાયા કરે છે. જેના કારણે સ્થાનિક નાગરિકોમાં પણ અરાજકતા અને અફવાનો માહોલ છે. પુતિનનો જમણો હાથ અને પગ એકદમ સુન્ન પડી ગયા હોય તેવા પણ અહેવાલો આવી રહ્યા છે. પુતિનને સતત આરામની સલાહ આપવામાં આવી રહી છે. જો કે પુતિન આ તમામ સુચનાઓને અવગણીને સતત કામ કરી રહ્યા છે. પુતિનની સ્થિતિમાં ક્યારેક સુધારો થાય છે. તો ક્યારેક બગડી પણ જાય છે. તેમની તબિયતમાં મોટી ઉથલપાથલ થયા કરે છે.
પુતિનની સતત કથળી રહેલી સ્થિતિના કારણે રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીઓ ચિંતિત
પુતિનની સતત બગડી રહેલી તબિયતના કારણે તેમનો પરિવાર અને સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ચિંતિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુતિન અનેક બિમારીઓથી ગ્રસિત છે. 4 મહિના અગાઉ પણ સત્તાવાર નિવાસ સ્થાને સીડી પર પડી ગયા હતા. આ પટકાવાને કારણે પુતિનનો ઝાડો-પેશાબ છુટી ગયા હતા. પુતિનને કેન્સર હોવાના પણ અહેવાલો છે. યુક્રેન સામે યુદ્ધ બાદથી પુતિન અને રશિયા બંન્નેની સ્થિતિ સતત કથળી રહી છે. પુતિનને કેન્સર કેન્સર ઉપરાંત પણ ઘણા રોગ છે. જેમ કે સતત ખાસી, ચક્કર આવવા, ઉંઘ ન આવવી અને પેટમાં સતત દુખાવા જેવા અનેક રોગ છે.
ADVERTISEMENT