નવી દિલ્હી : રશિયાની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલમાં જ તેણે પોતાની પ્રાઇવેટ આર્મીનો બળવો જોયો. એટલે સુધી કે પુતિનનું આસન ડગમગવા લાગ્યું હતું. યુક્રેન લગભગ ડોઢ વર્ષ પછી પણ પોતાની જગ્યાએ યથાવત્ત છે. બીજી તરફ સીરિયાએ પણ માથુ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. આશરે એક અઠવાડીયા પહેલા આ દેશના બળવાખોરોએ રશિયા પર ડ્રોન એટેક કર્યો હતો. સીરિયન લોકોમાં રશિયાની વિરુદ્ધ ગુસ્સો છે, જેના કારણે પુતિનની આર્મી જે તેના ત્યાં વર્ષોથી જામેલું છે.
આ રવિવારે રશિયાએ ઉત્તર પશ્ચિમ સીરિયાના વિદ્રોહીઓના કબ્જાવાળા વિસ્તારમાં એરસ્ટ્રાઇક કરી હતી. હુમલામાં 10 થી વધારે લોકોનાં મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. સીરિયાના બળવાખોર જુથોએ તેને નરસંહાર માન્યો હતો. જ્યારે ત્યાંની સરકારે આ અંગે કોઇ અધિકારીક નિવેદન નહોતું આપ્યું. રશિયા સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ અસદનો સપોર્ટ કરે છે અને તેમને તખ્તાપલટથી બચાવવા માટે વર્ષોથી ત્યાં સેના જમા કરીને રાખી છે.
ADVERTISEMENT
વર્ષ 2011 ની શરૂઆત હતી જ્યારે સીરિયામાં ગૃહયુદ્ધની શરૂઆત થઇ. અહીંના લોકો હાલની સત્તાથી કંટાળેલા હતા. દેશમાં ભારે મોંઘવારી અને કરપ્શન હતી. તેઓ ઇચ્છતા હતા કે, સત્તા પલટે અને તેમની પસંદગીની સરકાર બને. રાષ્ટ્રપતિ બશર અસદની પહેલા પદ છોડવાની માંગ થઇ અને પછી મામલે લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. અસદને આ અસહમતી પસંદ ન આવી અને તેમણે લોકોને દબાવવા માટે બળપ્રયોગ શરૂ કર્યો. અહીંથી પ્રદર્શન હિંસામાં પરિવર્તન અને દેશ સિવિલ વોરનો ભોગ બની ગયો.
જો કે મામલો વણસ્યો અને શક્તિશાળી દેશો માટે પોતાનું જોર અજમાવવા લાગ્યા હતા. તેઓ પણ લડાઇમાં કુદી પડ્યા હતા. કોઇ આ પક્ષને તો કોઇ સામેના પક્ષને સપોર્ટ કરવા લાગ્યા હતા. અમેરિકાએ રસ લીધો એટલે રશિયાએ પણ રસ લેવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર 2015 માં રશિયન ફેડરેશને ફોર્મલ રીતે સીરિયન વોરમાં દખલ કરી અને અસદનું સમર્થન શરૂ કર્યું. બીજા દેશ હથિયારો અને પૈસાની મદદ કરી રહ્યા હતા જ્યારે રશિયાએ ત્યાં પોતાની સેના જ તહેનાત કરી દીધી હતી.
અહીં વાત માત્ર શક્તિ પ્રદર્શનની નથી. અસદનો તખ્તા પલટ એક વધારે દોસ્તને ગુમાવવા જેવું છે. રશિયા પહેલાથીજ અમેરિકા અને યુરોપના પ્રતિબંધો સહી રહ્યું છે. ખુબ જ ઓછા દેશો સાથે તેની મિત્રતા છે. આ એવા દેશો છે જે અમેરિકાની વિરુદ્ધ હોય. સીરિયન રાષ્ટ્રપતિ સાથે પણ આ જ મામલો છે. અમેરિકા રાષ્ટ્રપતિને પદ પરથી ઉતારી દેવા માંગે છે, જેથી રશિયા વધારે નબળું પડે. જ્યારે રશિયા અસદ પોતાના પદ પર યથાવત્ત રહે તે માટે જોર આપી રહ્યું છે.
ADVERTISEMENT