નવી દિલ્હી : RSS ના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોઇ પણ પ્રકારના ભેદભાવ અને વિષમતાથી મુક્ત સમરસતા અને સામાજિક ન્યાય પર આધારિત હિંદૂ સમાજના લક્ષ્ય અંગે સતત કાર્યરત છે. જાતિ જનગણના અંગે મચેલી ધમાસાણ વચ્ચે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાગપુરમાં બે દિવસ પહેલા આરએસએસના એક વરિષ્ઠ પદાધિકારીએ જાતી આધારિત વસ્તીગણતરી વિરુદ્ધ તર્ક આપ્યો હતો.
ADVERTISEMENT
RSS પછાત વર્ગોની વિરુદ્ધ હોવાનું ચિત્ર પેદા કરવાનો પ્રયાસ
આરએસએસના પદાધિકારીએ કહ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો માત્ર રાજદ દ્વારા સંઘ અને ભાજપ પર પછાત વર્ગો પ્રત્યે નકારાત્મક વિચારધારા વાળા સંગઠનના આરોપ લગાવવા માટે ઉઠાવ્યો છે. જો કે હવે ખુદ આરએશએસે ગુરૂવારે સ્પષ્ટીકરણ આપતા કહ્યુ કે, તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની વિરુદ્ધ નથી. આરએસએસના રાષ્ટ્રીય પ્રચાર પ્રભારી સુનીલ અંબેકરે કહ્યું કે, હાલમાં જ જાતિ વસ્તીગણતરી અંગે ફરીથી ચર્ચા શરૂ થઇ ચુકી છે. આ પ્રકારની કવાયતનો ઉપયોગ સમાજના સમગ્ર વિકાસ માટે કરવામાં આવવો જોઇએ, સાથે જ તે સુનિશ્ચિત કરવામાં આવવું જોઇએ કે સામાજિક સદ્ભાવ અને એકતાને કોઇ નુકસાન ન થાય.
રાષ્ટ્રીય સ્વયં સેવક હિંદુ સમાજના તમામ અંગોના ઉત્થાન માટે પ્રતિબદ્ધ
એરએસએસના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કોઇ પણ પ્રકારના ભેદભાવ અને વિષમતાથી મુક્ત સમરસતા અને સામાજિક ન્યાય આધારિક હિંદૂ સમાજના લક્ષ્ય અંગે સતત કાર્યરત છે. તે સત્ય છે કે, અલગ અલગ ઐતિહાસિક કારણોથી સમાજના અનેક ઘટક આર્થિક, સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટીએ પછાત રહ્યા છે. તેમના વિકાસ, ઉત્થાન અને સશક્તિકરણની દ્રષ્ટીએ અલગ અલગ સરકારો સમયાંતરે યોજનાઓ અને પ્રાવધાન કરે છે, જેનું સંઘ સંપુર્ણ સમર્થન કરે છે.
વિધાનસભામાં જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દો બન્યો હતો
ગત્ત થોડા સમયથી જાતિ આધારિત વસ્તી ગણતરી ફરી એકવાર ચર્ચા ચાલી થઇ છે. અમારો મત છે કે, તેનો ઉપયોગ સમાજના સર્વાંગી ઉત્થાન માટે હોય અને તેમ કરતા સમય તમામ પક્ષ તે સુનિશ્ચિત કરે કે કોઇ પણ કારણથી સામાજિક સમરસતા અને એકાત્મકતા ખંડીત ન હોય. વિશેષ રીતે કોંગ્રેસ અને કેટલાક અન્ય વિપક્ષી દળો જાતિ આધારિત વસ્તીગણતરીની માંગ કરી રહ્યા છે અને આ માંગ ગત્ત મહીનાઓમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ એક મુદ્દો બની હતી.
આરએસએસના એક નેતાનું નિવેદન વાયરલ થયું હતું
બે દિવસ પહેલા સંઘના પદાધિકારી શ્રીધર ગાડગેએ અહીં આરએશએસના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જાતિ આધારિત વસ્તીગણતરીના થોડા લોકોને રાજનીતિક રીતે ફાયદો થઇ શકે છે કારણ કે આ એક નિશ્ચિત જાતી કે વસ્તી અંગેનો ડેટા આપશે, પરંતુ તે સામાજિક અને રાષ્ટ્રીય એકતા સંદર્ભમાં વાંછનીય નહી હોય.
ADVERTISEMENT