RRRના એક્ટરનું 58 વર્ષની ઉંમરે નિધન, 3 દિવસ બાદ જન્મદિવસ ઉજવવાના હતા, ફેન્સ શોકમાં ડૂબ્યા

Yogesh Gajjar

• 01:36 AM • 23 May 2023

નવી દિલ્હી: નિર્દેશક એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ RRRમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા રે સ્ટીવનસનનું નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. ત્રણ દિવસ પછી 25…

gujarattak
follow google news

નવી દિલ્હી: નિર્દેશક એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ RRRમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા રે સ્ટીવનસનનું નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. ત્રણ દિવસ પછી 25 મેના રોજ તેઓ તેમનો 59મો જન્મદિવસ ઉજવવાના હતા. અહેવાલો અનુસાર, રેની પીઆર એજન્સી ઈન્ડિપેન્ડન્ટ ટેલેન્ટે તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. જોકે, તેણે આ અંગે કોઈ વિગતો શેર કરી નથી.

RRRમાં વિલનનું પાત્ર ભજવ્યું
રે સ્ટીવનસને વૈશ્વિક હિટ ફિલ્મ RRR માં વિલન સ્કોટ બક્સટનની ભૂમિકા ભજવી હતી. તેણે પોતાની ભૂમિકા જબરદસ્ત રીતે ભજવી અને દુનિયાભરના દર્શકોના દિલ જીતી લીધા. RRR સિવાય તેણે માર્વેલની ફિલ્મ ‘થોર’માં કામ કર્યું હતું. તાજેતરમાં રે સ્ટીવનસન ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘1242: ગેટવે ટુ ધ વેસ્ટ’માં જોવા મળ્યા હતા. ટૂંક સમયમાં તે ડિઝની પ્લસ હોટસ્ટારની સીરિઝ Ahsoka નો ભાગ બનવા જઈ રહ્યા હતા.

કેવી રીતે થઈ ફિલ્મી સફરની શરૂઆત?
અભિનેતા રે સ્ટીવનસનનો જન્મ 25 મે 1964ના રોજ ઉત્તર આયરલેન્ડના લિસ્બર્નમાં થયો હતો. તેમણે 1990 ના દાયકાની શરૂઆતમાં તેમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી તે યુરોપિયન ટીવી સિરીઝ અને ફિલ્મોમાં દેખાતા હતા. તેમને પહેલો મોટો બ્રેક 1998માં આવેલી ફિલ્મ ‘ધ થિયરી ઓફ ફ્લાઇટ’માં મળ્યો હતો. ત્યારબાદ તે ‘કિંગ આર્થર’ (2004), ‘પનિશરઃ વોર ઝોન’ (2008), ‘ધ બુક ઓફ એલી’ (2010) અને ‘ધ અધર ગાય’ (2010) જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

1997માં અંગ્રેજ અભિનેત્રી સાથે થયા હતા લગ્ન
1997 માં, રે સ્ટીવનસને અંગ્રેજ અભિનેત્રી રૂથ ગેમેલ સાથે લગ્ન કર્યા. રૂથ તેના નેટફ્લિક્સ શો બ્રિજરટન માટે જાણીતી છે. રૂથ અને રેની મુલાકાત ફિલ્મ ‘બેન્ડ ઓફ ગોલ્ડ’ના સેટ પર થઈ હતી. બાદમાં ફિલ્મ ‘પીક પ્રેક્ટિસ’માં તેઓએ પરિણીત યુગલની ભૂમિકા ભજવી હતી. આ લગ્ન આઠ વર્ષ સુધી ચાલ્યા. વર્ષ 2005માં આ કપલના છૂટાછેડા થઈ ગયા.

ટોચના ટીવી શોમાં દેખાયા
ફિલ્મોની સાથે, રે સ્ટીવનસને ટીવી અને થિયેટરમાં પણ કામ કર્યું હતું. તે ટીવી શ્રેણી ‘વાઇકિંગ્સ’ અને ‘સ્ટાર વોર્સ’માં જોવા મળ્યા હતા. આ સિવાય તે ‘મેડિસી’, ‘મર્ફીઝ લો’, ‘રોમ’, ‘ડેક્સ્ટર’ અને ‘ક્રોસિંગ લાઇન્સ’માં પણ જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, અભિનેતા મૃત્યુ પહેલા ઇટાલીના Cassino in Ischia ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.

    follow whatsapp