રોબર્ટ વાડ્રાની કૌભાંડની ફાઇલો પુરમાં તણાઇ ગઇ, બેંકે આપ્યો વિચિત્ર તર્ક

નવી દિલ્હી : ગુરુગ્રામના પ્રખ્યાત રોબર્ટ વાડ્રા જમીન સોદાની ફાઈલો નાશ પામી છે. આ અંગે બેંકે પોલીસને જણાવ્યું હતું કે, ભોંયરામાં પાણી ભરાવાને કારણે આ…

Robart Vadra scam

Robart Vadra scam

follow google news

નવી દિલ્હી : ગુરુગ્રામના પ્રખ્યાત રોબર્ટ વાડ્રા જમીન સોદાની ફાઈલો નાશ પામી છે. આ અંગે બેંકે પોલીસને જણાવ્યું હતું કે, ભોંયરામાં પાણી ભરાવાને કારણે આ ફાઈલો ધોવાઈ ગઈ હતી. રોબર્ટ વાડ્રાની સાથે પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પણ આ કેસમાં આરોપી છે. હરિયાણાના પ્રખ્યાત રોબર્ટ વાડ્રા જમીન સોદાની ફાઈલો પૂરમાં ધોવાઈ ગઈ છે. જે ફાઈલો બાકી છે તે ભોંયરામાં પાણી ભરાઈ જવાના કારણે સાવ બરબાદ થઈ ગઈ છે.

આ અંગે બેંક મેનેજમેન્ટે કૌભાંડની તપાસ કરી રહેલી હરિયાણા પોલીસની SITને રિપોર્ટ સોંપ્યો છે. હરિયાણા પોલીસના ડીજીપી પીકે અગ્રવાલે દ્વારા આ અહેવાલની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે તેમણે આ સંદર્ભમાં અન્ય કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. માત્ર એટલું જ કહ્યું કે, બેંકને નોટિસ પાઠવીને પૂછવામાં આવ્યું છે કે, આ ઘટના ક્યારે અને કયા સંજોગોમાં બની હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા પણ આ કેસમાં આરોપી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલાની તપાસ કરી રહેલી હરિયાણા પોલીસની SITએ બેંકને નોટિસ પાઠવી સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી અને સ્કાઈલાઈટ રિયાલિટી કંપનીના ખાતામાં થયેલા વ્યવહારોની વિગતો માંગી હતી. પૂછવામાં આવ્યું કે, આ બંને કંપનીઓના ખાતામાં કેટલું અને ક્યાંથી ફંડ આવ્યું. રોબર્ટ વાડ્રા આ બંને કંપનીઓના ડાયરેક્ટર હતા. પોલીસની આ નોટિસના જવાબમાં બેંકે એસઆઈટીને જણાવ્યું કે 2009 અને 2012ના વર્ષોના વાડ્રા સંબંધિત કંપનીઓના દસ્તાવેજો પૂરના કારણે નાશ પામ્યા છે.

જણાવ્યું કે, આ તમામ દસ્તાવેજો ભોંયરામાં રાખવામાં આવ્યા હતા અને ભોંયરામાં પાણી ભરાયેલું હતું. બેંકના આ જવાબથી તપાસ ટીમ પણ આશ્ચર્યચકિત છે. આ ટીમે ફરી બેંકને નોટિસ પાઠવી છે. પૂછવામાં આવ્યું છે કે, શું આ પૂરમાં માત્ર આ બે કંપનીઓના જ દસ્તાવેજો નાશ પામ્યા છે કે બેંકમાં રાખવામાં આવેલા અન્ય દસ્તાવેજોને પણ નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીએ ગુરુગ્રામના માનેસર પાસે શિકોહપુરમાં સાડા ત્રણ એકર જમીન ખરીદી હતી. કંપનીએ આ જમીન માટે ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પેઢી સાથે સોદો કર્યો હતો. આ ડીલ ફેબ્રુઆરી 2008માં રૂ.7.5 કરોડમાં થઇ હતી. ડીલ પછી કંપનીએ તત્કાલીન ભૂપિન્દર સિંહ હુડ્ડા સરકાર પાસેથી કોમર્શિયલ લાયસન્સ લીધું અને પછી તેને ડીએલએફને રૂ.58 કરોડમાં વેચી દીધું. એવો પણ આરોપ છે કે, આ જમીન સોદાના બદલામાં ડીએલએફને વજીરાબાદમાં 350 એકર જમીન મળી.

આ ડીલ કોંગ્રેસ સરકારના પ્રારંભિક કાર્યકાળ દરમિયાન થઈ હતી, પરંતુ જ્યારે 2014માં ચૂંટણી થઈ ત્યારે ભાજપે આ મુદ્દા પર રોક લગાવી. આનાથી રાજ્યમાં કોંગ્રેસ વિરોધી વાતાવરણ ઊભું થયું અને મનોહર લાલના નેતૃત્વમાં ભાજપની સરકાર બની. ત્યારથી આ કેસની તપાસ પોલીસની SIT પાસે છે.

    follow whatsapp