આસામમાં મોટી દુર્ઘટનાઃ બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા 14ના મોત, 27 લોકો ઈજાગ્રસ્ત

Road Accident In Golaghat: આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 27 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.…

gujarattak
follow google news

Road Accident In Golaghat: આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 27 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. 27 ઈજાગ્રસ્તોમાંથી ઘણાની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે. અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ટ્રક બસ સાથે ધડાકાભેર અથડાઈ

મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગોલાઘાટ જિલ્લાના બાલીજાન ગામમાં સર્જાયો છે. અકસ્માત સમયે બસમાં 45 લોકો સવાર હતા, જેઓ અઠખેલિયાથી બોગીબીલ પિકનિક મનાવવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન સવારે લગભગ 5 વાગ્યે માર્ઘેરિટા તરફથી આવી રહેલી કોલસા ભરેલી ટ્રક બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

રેસ્ક્યુ ટીમ પહોંચી ઘટના સ્થળે

આ દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત નાજુક છે.

    follow whatsapp