લંડન: બ્રિટનના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઋષિ સુનકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. તે પોતાની પત્ની અક્ષતા મૂર્તિ સાથે લંડનમાં ‘ગૌ પૂજા’ કરતા દેખાઈ રહ્યા છે. 42 વર્ષના ઋષિ સુનકના પત્ની અક્ષતા ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણમૂર્તિના દીકરી છે. સુનક હાલમાં જ અક્ષતા સાથે એક ગૌશાળામાં ગયા હતા. આ વીડિયો ત્યારનો જ છે. વીડિયોમાં દંપતીને એક ગાયની બાજુમાં ઊભેલા જોઈ શકાય છે.
ADVERTISEMENT
ગાય સાથે ઋષિ સુનકની તસવીર વાઈરલ
વીડિયોની શરૂઆતમાં સુનપ ગંગાજળ ચઢાવ્યા બાદ હાથમાં પીતળનું વાસણ લઈને દેખાઈ રહ્યા છે. દંપતી પાસે ઊભેલા પુજારી પછી તેમને આગળના અનુષ્ઠાન વિશે જણાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સુનક અને તેમના પત્ની બંને ગાયની આરતી કરતા દેખાય છે. ગાયને રંગ અને હાથના નિશાનથી સજાવવામાં આવી છે.
ગૌ માતાની પૂજા કરતો વીડિયો સામે આવ્યો
ગૌ પૂજાનો વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે સુનકને મંદિરોમાં જતા જોવાયા હતા. સુનક જન્માષ્ટમીના અવસર પર ભગવાન કૃષ્ણના આશીર્વાદ લેવા માટે હાલમાં જ લંડનના બહારના વિસ્તારમાં સ્થિત ભક્તિવેદાંત મનોર મંદિરની મુલાકાતે ગયા હતા. સુનકે પ્રાર્થના કરતી તસવીર પણ પોસ્ટ કરી હતી.
ગીતા પર હાથ મૂકીને લીધા હતા શપથ
ભક્તિવેદાંત મનોર બ્રિટનમાં ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન)ના મુખ્ય કેન્દ્રોમાંથી એક છે, જેને બીટલ્સ સંગીતકાર જોર્જ હૈરિસને દાન કર્યું હતું. સુનક નોર્ધર્ન લંડનના યોર્કશાયરમાં રિચમંડ સીટથી સાંસદ છે. સુનકે ‘હાઉસ ઓફ કોમન્સ’ના સદસ્ય બનવા પર ‘ભગવતગીતા’ના નામ પર શપથ લીધા હતા. તેમણે ઘણીવાર કહ્યું છે કે, હિંદુ ધર્મમાં આસ્થાથી તેમને શક્તિ મળે છે.
ADVERTISEMENT