નવી દિલ્હીઃ ભારતીય મૂળના ઋષિ સુનક ઈતિહાસ રચતા યુકેના નવા પ્રધાનમંત્રી હશે. ઋષિ સુનકે પેન મોરડોન્ટને મ્હાત આપતા જીત હાંસલ કરી છે. ઋષિ સુનકને 180થી વધુ સાંસદોનું સમર્થન મળી રહ્યું હતું, જ્યારે પેની મોરડોન્ટ સમર્થનમાં ઘણા જ પાછળ રહી ગયા હતા, જે પછી તેમણે પોતાનું નામ પાછું લઈ લીધું. સુત્રોનું માનીએ તો ઋષિ સુનક 28 ઓક્ટોબરે શપથ લઈ શકે છે.
ADVERTISEMENT
ઋષિ સુનક શરૂઆતથી જ પ્રબળ દાવેદાર
એ વાત જાણીતી છે કે 45 દિવસ સુધી બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસના રાજીનામા બાદ ફરી એકવાર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઋષિ સુનકને શરૂઆતથી જ પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા.
બ્રિટિશ રાજકારણ માટે મોટો દિવસ
સોમવારે પૂર્વ પીએમ બોરિસ જોનસન પોતે પણ વડાપ્રધાન બનવાની રેસમાંથી બહાર થઈ ગયા હતા, ત્યારબાદ નક્કી થયું કે હવે ચૂંટણી ઋષિ સુનકના કોર્ટમાં ગઈ છે. બ્રિટિશ રાજકારણ માટે પણ આ એક મોટો દિવસ છે, કારણ કે છેલ્લા ત્રણ મહિનામાં ઋષિ સુનક ત્રીજા વ્યક્તિ છે જે દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
ભારત માટે દિવાળી ગીફ્ટથી ઓછી નહીં
સૌથી પહેલા બોરિસ જોનસને પોતાનું રાજીનામું આપ્યું હતું, જે પછી લિજ ટ્રસ ઋષિ સુનકને ચૂંટણી હરાવીને ખુરશી પર બેસી ગયા હતા. જોકે, તેનાથી વધુ દિવસ સત્તા નસીબ થઈ નહીં અને 45 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું. જે પછી જ એક વાર ફરી ઋષિ સુનક રેસમાં શામેલ થયા અને આ વખતે તેમને જીત પણ મળી ગઈ. ભારત માટે ઋષિ સુનકની જીત કોઈ દિવાળી ગીફ્ટથી ઓછી નથી.
ADVERTISEMENT