અમદાવાદ : ભારતી ક્રિકેટર રિષભ પંતના સ્વાસ્થયમાં ધીરે ધીરે સુધારો આવી રહ્યો છે. ગત્ત શુક્રવારે ગાડીના ભયાનક અકસ્માત બાદ પંતને ગંભીર સ્થિતિમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તેની સધન સારવાર બાદ તેના સ્વાસ્થયમાં ધીરે ધીરે સુધારો થઇ રહ્યો છે. હાલ તેને ICU માંથી વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. પંત 48 કલાક જેટલો સમય ICU માં રહ્યો હતો. જો કે હવે તેને વધારે સારવાર માટે મુંબઇ લઇ જવામાં આવી શકે છે. મુંબઇ લઇ જવા પાછળનું કારણ સતત લોકો તેની ખબર પુછવા આવી રહ્યા છે. જેના કારણે તે આરામ નથી કરી શકતો. જેથી તેની રિકવરીમાં પણ ઘટાડો થઇ રહ્યો છે.
ADVERTISEMENT
ખેલાડીના ખબર અંતર પુછવા અનેક લોકો આવી રહ્યા છે
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર પંત ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી છે. જેના કારણે પંતના સગા સંબંધી ઉપરાંત અને વીઆઇપી હસ્તીઓ પણ સતત તેની ખબર પુછવા માટે પહોંચતા રહે છે. જો કે ડોક્ટરોના અનુસાર તેને માનસિક અને શારીરિક રીતે સાજા થવા માટે સંપુર્ણ આરામની જરૂર છે. ઇજાના કારણે હાલ પણ તે માનસિક અને શારીરિક બંન્ને પીડા ભોગવી રહ્યો છે. જો કે તે સતત જાગવાના કારણે અને અકસ્માત અંગેની વારંવાર થતી વાતોના કારણે તેની રિકવરીમાં સમય લાગી રહ્યો છે.
શારીરિક અને માનસિક શાંતિ માટે સંપુર્ણ આરામની જરૂર
અન્ય મેડિકલ સ્ટાફના અનુસાર પંતને મળવા માટે આવનારા લોકો વીઆઇપી હોવાથી નિયમનું પાલન કરતા નથી. રૂષભ પંતને નિર્ધારિત સમય છતા પણ મળતા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં અન્ય દર્દીઓને મળવા આવતા સંબંધિઓ માટે ફિક્સ ટાઇમ છે સવારે 11થી 1 અને સાંજે 4થી વાગ્યાનો. જો કે રૂષભ પંતના કેસમાં કોઇ સમયનું પાલન નથી થતું.
ADVERTISEMENT