નવી દિલ્હી: IPL 2023 પહેલા રિષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં રિષભ પંત કહેતો જોવા મળી રહ્યો છે કે, ‘હું રમવા આવું છું…’. તમને જણાવી દઈએ કે, આ એક પ્રમોશનલ વિડીયો છે અને પંત ક્રિકેટના મેદાનમાં પરત ફરી રહ્યો નથી, પરંતુ અકસ્માત બાદ તેની આ ઝલક જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. સર્જરી બાદ પંત ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ફરી એકવાર ક્રિકેટના મેદાન પર ચાહકોનું મનોરંજન કરતો જોવા મળશે. 25 વર્ષીય સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. આ દુર્ઘટનામાં તેની કાર નાશ પામી હતી, પરંતુ સદનસીબે પંતનો આબાદ બચાવ થયો હતો.
ADVERTISEMENT
વીડિયોમાં શું કહે છે પંત?
વાયરલ વીડિયોમાં પંત કહેતો જોવા મળે છે કે, ‘હું બે વસ્તુઓ વિના જીવી શકતો નથી… ક્રિકેટ અને ફૂડ. હવે હું છેલ્લા બે મહિનાથી ક્રિકેટ રમી શક્યો નથી પરંતુ ડોક્ટરે કહ્યું હતું કે રિકવરી માટે ફૂડ સૌથી સારું ખાવાનું રાખજે.
તેણે આગળ કહ્યું, ‘પછી ધીમે ધીમે બધા પોતાની પ્રેક્ટિસમાં વ્યસ્ત થઈ ગયા કારણ કે ક્રિકેટ સીઝન શરૂ થવાની હતી. પછી મને લાગ્યું કે દરેક જણ રમે છે તો હું કેમ ન રમું…. એવું લાગે છે કે હું હજુ પણ ગેમમાં બોસ છું… હું રમવા આવું છું.’ આ વિડિયો પોસ્ટ કરતાં પંતે લખ્યું, ‘આ કમબેકનો સમય છે’.
લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે પંત
નોંધનીય છે કે, દિલ્હીથી રૂરકી જતા સમયે ભયાનક અકસ્માત બાદ પંત લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. તે આગામી IPL સિઝનમાં પણ દિલ્હી કેપિટલ્સ તરફથી નહીં રમે. તેના સ્થાને અભિષેક પોરેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે કેપ્ટનશિપની જવાબદારી ડેવિડ વોર્નરને સોંપવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સ IPL 2023ની તેમની પ્રથમ મેચ શનિવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમશે.
ADVERTISEMENT