નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર રિષભ પંતને શુક્વારે વહેલી સવારે દિલ્હી- દહેરાદુન હાઇવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ફિલ્મી સ્ટાઇલે ગાડી હવામાં ગુલાટીઓ મારીને રોડની સામેની તરફ પલટી ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડી ભડભડ સળગી ગઇ હતી. જ્યારે રુષભ પંતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ચહેરા, માથા, પીઠ અને ઘુંટણ સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજા પહોંચી હતી.
ADVERTISEMENT
પંતની સ્થિતિ ખતરાની બહાર પરંતુ રિકવર થવામાં સમય લાગશે
આ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી કે, પંત હવે ખતરાથી બહાર છે. દહેરાદુનમાં હાલ મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર સૌથી સારી બાબત છે કે, કોઇ ફ્રેક્ચર નથી થયું. જો કે તેને થયેલી ઇજાઓ ખાસ કરીને દાઝવાના કારણે પીઠના ભાગે થયેલા ઇજાના નિશાન પર પ્લાસ્ટીક સર્જરી કરાવવી પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત જમણી આંખ પર થયેલી ઇજાના નિશાન પર પણ પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી શકે છે.
બીસીસીઆઇ દ્વારા તમામ રીતે પંતની પડખે હોવાની બાંહેધરી આપી
બીજી તરફ બીસીસીઆઇ દ્વારા પણ પંતનું હેલ્થ અપડેટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેના કોન્ટ્રાક્ટમાં રહેલા નિયમો અનુસાર તેને સારવારમાં પણ મદદ કરવામાં આવશે. બીસીસીઆઇ દ્વારા આ પ્રેસનોટના કારણે રિષભ પંતના ભવિષ્ય સામે ઉઠેલા સવાલો પણ હવે શમી ચુક્યા છે.
ADVERTISEMENT