મુંબઇ : ભારતીય ટીમના વિકેટકીપર ઋષભપંત સતત સમાચારોમાં છવાયેલો રહે છે. હાલમાં જ તેને ઉતરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉર્વશી રૌતેલા સાથે પણ તેની સોશિયલ મીડિયા પર તુતુ મેમે ચાલી રહી હતી. ઉર્વશીએ એક ઇન્ટરવ્યુમાં ઋષભ પંતનું નામ લીધું, ત્યાર બાદ બંન્ને સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી કરી રહ્યા છે.
ADVERTISEMENT
જો કે આ બધા વચ્ચે ઋષભ પંતની ગર્લફ્રેંડ ઇશા નેગી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે સમાચારોમાં રહે છે. હાલમાં જ ઇશા નેગીએ આઇપીએલ 2022 માં પણ સતત પંતનો સપોર્ટ કરતી જોવા મળી હતી. તેના વીડિયો અને ફોટો પણ ખુબ જ વાયરલ થયા હતા. ઇશા નેગી પણ મુળ ઉતરાખંડની છે. તે ઇન્ટીરિયર ડિઝાઇનર છે. આ ઉપરાંત તે ફેશન ડિઝાઇનિંગ પણ કરે છે. ઇશા નેગી અને ઋષભ પંત એક બીજાને લાંબા સમયથી ઓળખે છે અને ડેટ પણ કરી રહ્યા છે. આ અંગે તેઓ સોશિયલ મીડિયામાં સ્પષ્ટ રીતે જાહેરાત પણ કરી ચુક્યાં છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઋષભ પંત દિલ્હી કેપિટલ્સના કેપ્ટન છે. આ વખતે મુંબઇ અને આસપાસના શહેરોમાં આઇપીએલ મેચ થઇ હતી. ત્યારે ઇશા નેગી દરેક મેચમાં પહોંચી હતી. તે ઋષભ પંતની બહેન સાક્ષી પંત સાથે પણ જોવા મળી હતી. ઇશા નેગીની તસ્વીરો મેચ દરમિયાન રિએક્શન સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર તેને ઋષભ પંતની લકી ચાર્મ પણ ઉલ્લેખવામાં આવે છે.
ADVERTISEMENT