ઘટસ્ફોટ: અદાણીની મુશ્કેલીમાં સતત વધારો, સરકારે રિવ્યુની શરૂઆત કરી

નવી દિલ્હી : શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણી સમુહ પર સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે. હવે અદાણી સમુહના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પર કોર્પોરેટ…

gujarattak
follow google news

નવી દિલ્હી : શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણી સમુહ પર સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે. હવે અદાણી સમુહના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પર કોર્પોરેટ મુદ્દાના મંત્રાલયે શરુઆતી સમીક્ષા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ ગત્ત થોડા વર્ષમાં સમુહ દ્વારા રેગ્યુલેટરી દ્વારા કરવામાં આવેલા ફાઇનાન્સ અંગેના સબમિશનના પણ રિવ્યું કરવામાં આવી રહ્યું છે.

સમાચાર એજન્સી રોયટર્સે સુત્રોના હવાલે છાપ્યો અહેવાલ
સમાચાર એજન્સી રોયટર્સના એક રિપોર્ટમાં બે વરિષ્ઠ સરકારી અધિકારીઓના હવાલે સમાચાર આવી રહ્યા છે કે, વિવાદ બાદ અદાણી સમુહ પર પહેલીવાર કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારના પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું કે, તે રિવ્યુ ભારતના કંપની અધિનિયમની કલમ 206 હેઠળ કરવામાં આવી રહ્યા છે. તેમાં સરકાર વર્ષોથી જમા કરવામાં આવેલા આર્થિક દસ્તાવેજોની સમીક્ષા કરે છે, જેમાં બેલેન્સ શીટ, એકાઉન્ટ ડિટેલ વગેરે.

કલમ 206 હેઠળ સરકારી એજન્સીઓએ તપાસ આદરી
સુત્રો અનુસાર કલમ 206 હેઠળ ભારત સરકારને કોઇ કંપનીને જરૂર પડે ત્યારે અનેક પ્રકારના દસ્તાવેજ માંગવાનો અધિકાર હોય છે. બોર્ડ મીટિંગની માહિતી, પ્રોસેસ અને પ્રપોઝલની માહિતી માંગવામાં આવી શકે છે. સુત્રોએ જણાવ્યું કે, કોર્પોરેટ મહાનિર્દેશક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મંત્રાલય સ્થિતિ પર ખુબ જ બારીક નજર રાખી રહ્યું છે. યોગ્ય સમયે યોગ્ય ઉપાય કરશે.

હિડનબર્ગના અહેવાલ બાદ અદાણી ચોતરફથી ઘેરાઇ ચુક્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરીએ હિંડનબર્ગે 106 પેજના એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. રિપોર્ટમાં અદાણી સમુહ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ સમુહ દ્વારા સતત સ્પષ્ટતાઓ કરવામાં આવી રહી છે. જો કે ગ્રુપ સાથે જોડાયેલા શેરમાં ઘટાડાનો સમય ચાલી રહ્યો છે. જો કે શુક્રવારે લાંબા સમય બાદ અદાણી સમુહના પ્રમુખ ફર્મ અદાણી એન્ટરપ્રાઇઝના શેર વધતાની સાથે બંધ થયા હતા. બીજી તરફ અદાણી પોર્ટ્સ એન્ડ એસઇજેડ પણ આઠ ટકાની તેજી સાથે બંધ થયો હતો.

    follow whatsapp