Telangana CM Oath: રેવંત રેડ્ડી બના તેલંગાણાના નવા CM, 11 મંત્રીઓ પણ લીધા શપથ, સોનિયા-રાહુલ સહિતના નેતાઓ હાજર

Revanth Reddy CM Oath: તેલંગાણાના નવા મુખ્યમંત્રી કોંગ્રેસ નેતા રેવંત રેડ્ડી બન્યા છે. આજ રોજ હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ ટી સુંદરરાજને…

gujarattak
follow google news

Revanth Reddy CM Oath: તેલંગાણાના નવા મુખ્યમંત્રી કોંગ્રેસ નેતા રેવંત રેડ્ડી બન્યા છે. આજ રોજ હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ ટી સુંદરરાજને તેમને શપથ ગ્રહણ કરાવ્યા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડી શિવકુમાર સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

Revanth Reddy takes oath as Telangana Chief Minister; Bhatti Vikramarka as Dy CM

Read @ANI Story | https://t.co/tVaJtXwc60#RevanthReddy #TelanganaCM #BhattiVikramarka #DeputyCM #Telangana pic.twitter.com/wJTY8mvnZ6

— ANI Digital (@ani_digital) December 7, 2023

રેવંત રેડ્ડી સોનિયા ગાંધી સાથે સ્ટેડિયમ પહોંચ્યા હતા

શપથ ગ્રહણ કાર્યક્રમમાં લગભગ એક લાખ લોકોએ ભાગ લીધો હતો.શપથ ગ્રહણ પહેલા રેવંત રેડ્ડી સોનિયા ગાંધી સાથે ખુલ્લી જીપમાં સ્ટેડિયમ પહોંચ્યા હતા.

#WATCH | Telangana CM-designate Revanth Reddy arrives with Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, at Hyderabad's LB stadium for his oath-taking ceremony. pic.twitter.com/WbAmGAGO4d

— ANI (@ANI) December 7, 2023

આ 10 ધારાસભ્યોએ પણ લીધા શપથ

દામોદર રાજનરસિંહ
ઉત્તમ કુમાર રેડ્ડી
ભટ્ટી વિક્રમાર્ક
કોમતી રેડ્ડી
સીતાક્કા
પોન્ન્મ પ્રભાકર
શ્રીધર બાબુ
તુમ્માલા નાગેશ્વર રાવ
કોંડા સુરેખા
જુપલ્લી કૃષ્ણ પોંગુલાટી

 

    follow whatsapp