અમદાવાદ : રિયાલન્ય ઇન્ડસ્ટ્રી હવે તમારા ઘરમાં કરિયાણું પણ પુરૂ પાડશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ઇશા અંબાણી દ્વારા પોતાની નવી બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે. જેનું નામ ઇન્ડિપેન્ડન્સ રાખવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજના જન્મશતાબ્દી પ્રસંગે આ બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે. ઇન્ડિપેન્ડન્સ બ્રાન્ડ હેઠળ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તમને મળશે.
ADVERTISEMENT
આ અંગે જણાવતા ઇશા અંબાણીએ જણાવ્યું કે, ઇન્ડિપેન્ડન્સ બ્રાન્ડ ન માત્ર દેશને અર્પિત છે પરંતુ તે સગર્વ મેડ ઇન ઇન્ડિયા છે. કણ કણમાં ભારત અને આત્મનિર્ભર ભારતની નેમ સાથે જ્યારે દેશના પીએમ આગળ વધી રહ્યા છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરફથી આ એક દેશને મજબુત અને આત્મનિર્ભર કરવા માટેની અંજલી છે.
રિલાયન્સે જણાવ્યું કે, આ દરેક પ્રોડક્ટમાં ગુણવત્તાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. દેશનાં દરેક તબક્કાના વ્યક્તિને પોસાય તેવી કિંમત ઉપરાંત ગુણવત્તામાં કોઇ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગરની સૌથી ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ દેશનાં દરેક રસોડે પહોંચે તેવી અમારી ઇચ્છા છે. જેના અંતર્ગત અમે આ પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ. FMCG સેક્ટરમાં આ અમારી પહેલ છે. દેશના અબજો નાગરિકોનો પ્રેમ અમારી સાથે રહ્યો છે અને ભવિષ્યે પણ રહેશે તેવી અમને આશા છે. આ પ્રોડક્ટના કારણે ન માત્ર નાગરિકોને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ મળશે પરંતુ દેશના ખેડૂતને પણ પોષણક્ષમ ભાવ મળશે. દરેક તબક્કે દરેક નાગરિકનું ભલું થશે તેવી આશા સાથે રિલાયન્સ દ્વારા આ નવી પ્રોડક્ટ બજારમાં લોન્ચ કરવામાં આવી છે.
ADVERTISEMENT