નવી દિલ્હી: ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા 2023 પર મોટી ખબર સામે આવી રહી છે. ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ઉત્તરાખંડ હવામાનમાં પૂર્વાનુમાનથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. કેદારનાથ યાત્રા માટે નવા રજીસ્ટ્રેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. નવા રજીસ્ટ્રેશન પર 8મી મે સુધી બંધ રહેશે.
ADVERTISEMENT
હિમસ્ખલનથી ચારધામ યાત્રામાં આવી રહી છે પરેશાની
નોંધનીય છે કે, 3 મેએ કેદારનાથ યાત્રા સ્થગિત કર્યા બાદ 4 મેએ ફરીથી શરૂ કરવામાં આવી હતી. જોકે થોડા કલાકો બાદ યાત્રાને અટકાવી દેવામાં આવી હતી. કેદારનાથ યાત્રાના ચાલતા જવાના રસ્તા પર હિમસ્ખલન થતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેદારનાથમાં થઈ રહેલી બરફ વર્ષા અને પગદંડી પર વારંવાર થતા હિમસ્ખલનના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
8 મે બાદની તારીખનું કરી શકાશે રજીસ્ટ્રેશન
યાત્રાળુઓ 8 મેથી આગળની તારીખ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ચાર ધામ યાત્રા રજીસ્ટ્રેશનના નોડલ ઓફિસર યોગેશ ગંગવારે જણાવ્યું કે, યાત્રા માર્ગમાં આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા રજીસ્ટ્રેશન 8મી મે સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. ગુરુવારે પણ અહીં હળવી બરફ વર્ષા થઈ હતી. બાદમાં બપોરે હિમસ્ખલન થતા રસ્તો બંધ થઈ ગયો હતો.
ADVERTISEMENT