અમદાવાદ: સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાની ખબર સામે આવતી રહેતી હોય છે. યુઝર્સને આ કારણે ઘણીવાર ઈજા પહોંચતી હોય છે. હવે ફોન બ્લાસ્ટ થવાના કારણે મહિલાના મોતનો મામલો સામે આવ્યો છે. આ આરોપ Redmi પર એક યુટ્યુબરે લગાવ્યો છે.
ADVERTISEMENT
તકીયા પાસે મૂકેલા ફોનમાં બ્લાસ્ટ થયો
એક યુ-ટ્યુબર MD Talk YTને લઈને ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો છે કે Redmi 6A બ્લાસ્ટ થવાના કારણે તેના સંબંધીનું મોત થઈ ગયું. પોસ્ટમાં દાવો કરાયો છે કે આ ફોન ત્યારે બ્લાસ્ટ થયો જ્યારે તેને સૂતા સમયે તકિયા પાસે રાખ્યો હતો. અચાનક ફોન બ્લાસ્ટ થઈ ગયો.
યુ-ટ્યુબરે ફોટો શેર કર્યો
યુઝરે કેટલીક તસવીરો પણ શેર કરી છે. ઈમેજમાં જોઈ શકાય છે કે સ્માર્ટફોનની ફ્રન્ટ પેનલ સંપૂર્ણ રીતે ડેમેજ છે. જ્યારે તેની બેક પેનલ પણ સળગેલી છે અને બેટરી સંપૂર્ણ રીતે ફૂલી ગઈ છે. આ ટ્વીટમાં તેણે પોતાના સંબંધીની તસવીર પણ શેર કરી છે, જેમાં તે બેડ પર લોહી લુહાણ હાલતમાં છે.
MD Talk YTએ ટ્વીટ કર્યું છે કે, ગઈકાલે રાત્રે તેમના આન્ટીનું નિધન થઈ ગયું. તે Redmi 6A ફોન વાપરતા હતા. તેઓ ઊંઘી રહ્યા હતા અને ફોનને ચહેરા પાસે તકિયાની બાજુમાં રાખ્યો હતો. પરંતુ થોડા સમય બાદ ફોનમાં બ્લાસ્ટ થઈ ગયો. આ અમારા માટે દુઃખદ સમય છે. આ એક બ્રાન્ડની જવાબદારી છે કે તે સપોર્ટ કરે.
કંપનીએ આપ્યો જવાબ
આ ટ્વીટમાં યુઝરે RedmiIndia અને Xiaomiના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈનને પણ ટેગ કર્યા છે. આ ટ્વીટ પર કંપનીએ જવાબ આપ્યો છે જેમાં કહેવાયું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. શાઓમી ઈન્ડિયાના કસ્ટમર્સ માટે સેફ્ટી જરૂરી છે. એવા મામલાને તે ખૂબ ગંભીરતાથી લે છે. તેમની ટીમ પ્રભાવિત પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. આ દુઃખની સ્થિતિમાં અમે તે પરિવાર સાથે છીએ અને તમામ જરૂરી મદદ તેમના સુધી પહોંચાડવામાં આવશે.
ADVERTISEMENT