નવી દિલ્હી : તમિલનાડુમાં ભાજપ અને અન્નાદ્રમુખ એટલે કે AIADMK નું ગઠબંધન તુટી ચુક્યું છે. ભાજપ અને અન્નાદ્રમુક 2019 થી જ સાથે હતા. ગઠબધન તુટવાના કારણે તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્નામલાઇને પણ માનવામાં આવે છે. અન્નામલાઇના નિવેદનથી અન્નાદ્રમુક નારાજ હતા. તમિલનાડુમાં ભાજપ અને અન્નાદ્રમુકનું બ્રેકઅપ થઇ ગયું છે. અન્નાદ્રમુકે ભાજપની આગેવાનીવાળા ગઠબંધન એનડીએથી અલગ થવાની જાહેરાત કરી દીધી છે.
ADVERTISEMENT
અન્નાદ્રમુક અને ભાજપ 2019 થી જ સાથે હતા
અન્નાદ્રમુક અને ભાજપ 2019 થી જ સાથે હતા. પહેલા 2019 ની લોકસભા ચૂંટણી અને ફરી 2021 માં વિધાનસભા ચૂંટણી બંન્ને સાથે મળીને લડ્યા હતા. જો કે ફેબ્રુઆરી 2022 માં સ્થાનીક એકમની ચૂંટણીમાં ભાજપ અને અન્નાદ્રમુક અલગ અલગ ચુંટણી લડ્યા હતા. ભાજપ સાથે સંબંધ તોડવાનો નિર્ણય સોમવારે અન્નાદ્રમુકની મીટિંગમાં લેવામાં આવ્યું. આ મીટિંગ પાર્ટી ચીફ ઇકે પલાનીસ્વામીની આગેવાનીમાં થઇ હતી. ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય સોમવારે અન્નાદ્રમુકની મીટિંગમાં લેવામાં આવ્યો. આ મીટિંગ પાર્ટી ચીફ ઇકે પલાનીસ્વામીની આગેવાનીમાં થયો હતો.
એનડીએથી અલગ થવાનો પ્રસ્તાવ સર્વસંમતીથી પસાર
પૂર્વમંત્રી અને અન્નાદ્રમુકના સીનિયર નેતા કેપી મનુસામીએ જણાવ્યું કે, મીટિંગમાં એનડીએથી અલગ થવાનો પ્રસ્તાવ સર્વસંમતીથી પાસ થયો છે. તેમણે જણાવ્યું કે, 2024 ની લોકસભા ચૂંટણી પોતાની જેવી વિચારધારાવાળી પાર્ટીઓ સાથે મળીને લડશે.
અન્નાદ્રમુકે હેશટેગ ટ્રેન્ડ કરીને ભાજપનો વિરોધ વ્યક્ત કર્યો
આ નિર્ણયનો અન્નાદ્રમુકમાં સ્વાગત થઇ રહ્યુ છે. અન્નાદ્રમુક કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને આ નિર્ણયનું સ્વાગત કર્યું. બીજી તરફ પાર્ટીની તરપતી X પર #Nandri_Meendum Varatheergal ટ્રેન્ડ કરાવવામાં આવ્યું હતું. જેનો અર્થ થાય છે કે, થેંક્યુ ફરી ન આવશો. આ નિર્ણય અંગે ભાજપ તરફથી અત્યાર સુધી કંઇ જ સ્પષ્ટ નથી થયું. તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ નારાયણ તિરુપતિનું કહેવું છે કે, રાષ્ટ્રીય નેતૃત્વ તે અંગે ટિપ્પણી કરશે.
અન્નામલાઇ… કેમ?
તમિલનાડુ ભાજપ અધ્યક્ષ અન્નામલાઇ અંગે અન્નાદ્રમુક નારાજ હતા. તે અંગે અન્નાદ્રમુકના નેતાઓએ હાલમાં જ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત પણ કરી હતી. આ મીટિંગમાં અન્નાદ્રમુકના નેતાઓએ નડ્ડાને અન્નામલાઇની તરફતી કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે ચર્ચા પણ કરી હતી.
મીટિંગમાં અન્નાદ્રમુકના નેતાઓએ નડ્ડાને અન્નામલાઇ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણીઓ અંગે ચર્ચા કરી હતી. મીટિંગમાં અન્નાદ્રમુકે અન્નામલાઇની તરફથી પૂર્વ સીએમ અન્નાદુરઇ પર અપાયેલા નિવેદન અંગે માફી માંગવાની માંગ કરી હતી. જો કે અન્નામલાઇે આ અંગે માફી નથી માંગી.
ADVERTISEMENT