ડિજિટલ લોન એપ મામલે આરબીબાઈ આકરા મૂડમાં, થશે અનેક ફેરફાર

નવી દિલ્હી: આજકાલ લોકો લોન માટે કે ધિરાણ માટે બઁકના ધક્કા ખાવા કરતાં મોબાઈલ એપ્લિકેશન પરથી લોન લેવાનું વધુ પસંદ કરે છે. ડિજિટલ યુગમાં ધિરાણ…

gujarattak
follow google news

નવી દિલ્હી: આજકાલ લોકો લોન માટે કે ધિરાણ માટે બઁકના ધક્કા ખાવા કરતાં મોબાઈલ એપ્લિકેશન પરથી લોન લેવાનું વધુ પસંદ કરે છે. ડિજિટલ યુગમાં ધિરાણ લેવું ખૂબ જ સરળ થયું છે ત્યારે લૂકઓને મુશ્કેલી પણ વધુ વેઠવી પડે છે. જેને લઈ ને આરબીઆઇ હવે આકરા મૂડમાં છે. આરબીઆઈએ જણાવ્યું છે કે, ડિજિટલ ધિરાણ એપ્લિકેશન ગ્રાહકોની મંજૂરી વિના ઉધાર મર્યાદામાં વધારો કરી શકશે નહીં. ધિરાણ એપ અંગે બુધવારે જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે તેના દ્વારા નિયંત્રિત ફિનટેક સંસ્થાઓએ ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે એક અધિકારીની નિમણૂક કરવી પડશે. આ અધિકારી માત્ર ડિજિટલ ધિરાણ સંબંધિત ફરિયાદો જ સાંભળશે. જો ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લોનનું વિતરણ કરતી આ એપ્સ 30 દિવસની અંદર ફરિયાદોનું નિરાકરણ ન લાવે તો ગ્રાહકો સેન્ટ્રલ બેંકના લોકપાલને ફરિયાદ કરી શકે છે.

RBI એ ડિજિટલ લેન્ડિંગ (WGDL) પર કાર્યકારી જૂથની કેટલીક ભલામણોને તાત્કાલિક લાગુ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ કેટલીક ભલામણોને સૈદ્ધાંતિક રીતે મંજૂર કરવામાં આવી છે, જેનો અમલ હવે પછી કરવામાં આવશે. આ ઉપરાંત, કેટલીક ભલામણો કેન્દ્ર સરકાર અને વિવિધ સંસ્થા સાથે વાતચીત કરી અને ત્યાર બાદ વધુ નિર્ણય લેવામાં આવશે. આ માટે સંસ્થાકીય મિકેનિઝમ બનાવવામાં આવશે.

ગ્રાહકોને તમામ માહિતી આપવાની રહેશે
નિયમન કરાયેલ સંસ્થાઓએ ગ્રાહકને સ્ટેટમેન્ટ આપવાનું રહેશે. તેમાં તમામ ડિજિટલ ધિરાણ ઉત્પાદનો માટે એક સ્ટારન્ડર્ડ ફોર્મેટ તૈયાર કરવામાં આવશે હશે. વિગતોમાં તમામ પ્રકારની ફી, શુલ્ક અને અન્ય માહિતી હશે. જે વર્ણનમાં નથી તે ભવિષ્યમાં ગ્રાહકને લાગુ પડશે નહીં. વધુમાં, તમામ કર્જની જાણકારી ક્રેડિટ બ્યુરોને કરવી પડશે.

ડેટાનું ખાસ ધ્યાન રાખવું
સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, બેંકો અને નોન-બેંકિંગ સંસ્થાઓએએ નક્કી કરવું જોઈએ કે ડિજિટલ ધિરાણ એપ ઉત્પાદનો સાથે સંબંધિત સુવિધાઓ તેઓ જેની સાથે વેપાર કરી રહ્યા છે તેમના દ્વારા પ્રદર્શિત કરવામાં આવે. તેમાં લોનની મર્યાદા અને ખર્ચ સહિતની તમામ માહિતી હોવી જોઈએ. જ્યારે આરબીઆઇ એ કહ્યું છે કે એપલીક્લેશને ગ્રાહકોનો ડેટા સુરક્ષિત રાખવો આ ઉપરાંત ડેટા સબંધિત કકોઈ પણ કરી માટે તેમણે મંજૂરી લેવી જરૂરી છે. આ ઉપરાંત ડેટા માટે પહેલા આપવામાં આવેલી મંજૂરીમાં ગ્રાહકો ફેરફાર કરી શક્શે ઉપરાંત ગ્રાહકોને આ સુવિધા એપ્લિકેશને આપવી પડશે.

ડિજિટલ લોન સંબંધિત છેતરપિંડી રોકવા માટે WGDL દ્વારા આપવામાં આવેલી ભલામણોના આધારે RBIએ આ નિર્દેશ તૈયાર કર્યો છે. સતત વધી રહેલા ડિજિટલ ધિરાણની છેતરપિંડીઓને ચકાસવા માટે કેન્દ્રીય બેંક દ્વારા 13 જાન્યુઆરી, 2021 ના ​​રોજ કાર્યકારી ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. ભલામણમાં કહેવામાં આવ્યું હતું કે ડિજિટલ ધિરાણ નિયંત્રિત એપ્લિકેશન દ્વારા અથવા એવી સંસ્થાઓ દ્વારા પ્રદાન કરી શકાય છે, જેને કોઈપણ અન્ય કાયદા હેઠળ મંજૂરી આપવામાં આવી છે.

    follow whatsapp