UAE: એશિયા કપ રમી રહેલી ઈન્ડિયન ટીમને ટૂર્નામેન્ટની વચ્ચે મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઘૂંટણની ઈન્જરીના કારણે આખી એશિયા કપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ જાહેર કરેલા નિવેદનમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. જાડેજાએ પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં શાનદાર બેટિંગ કરીને 35 રનની તોફાની બેટિંગ કરી હતી. BCCIએ કહ્યું કે અત્યારે હવે રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલની ટીમમાં પસંદગી કરવામાં આવશે.
ADVERTISEMENT
જાડેજાને ઘૂંટણમાં ઈજા પહોંચી
મૂળ ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર એવા રવીન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા પહોંચી હોવાથી તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. અત્યારે તે BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તેમના રિપ્લેસમેન્ટમાં અક્ષર પટેલને ટીમમાં સ્ટેન્ડબાય તરીકે પસંદ કરાયો હતો. તે ટૂંક સમયમાં દુબઈ સ્ક્વોડમાં જોડાશે.
IPL 2022 દરમિયાન રવીન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. જાડેજા ત્યારપછી ઇંગ્લેન્ડ ટૂર પર કમબેક કરી શાનદાર લયમાં જોવા મળ્યો હતો. તે હવે એશિયા કપથી બહાર થઈ જતા ટીમને વધુ એક મોટો ફટકો પડ્યો છે.
અક્ષર પણ શાનદાર લયમાં છે…
રવીન્દ્ર જાડેજાના સ્થાને ટીમમાં અક્ષર પટેલને પસંદ કરાયો છે. વીડિંઝ ટૂર દરમિયાન બીજી મેચમાં અક્ષરે અણનમ 64 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં 311 રનના ટાર્ગેટને ચેઝ કરતા ભારતે 80 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની શાનદાર બેટિંગની સહાયથી ભારતે મેચ જીતી લીધી હતી.
ADVERTISEMENT