યમુનાનગરમાં રાવણ લોકો પર પડતા સર્જાઇ મોટી દુર્ઘટના, અનેક લોકો ઘાયલ

સોનિપત : હરિયાણાના યમુનાનગરમાં બુધવારે રાવણદહન દરમિયાન દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર દહન બાદ તુરંત જ લોકો લાકડા ઉઠાવવા માટે રાવણના પુતળા તરફ દોડ્યા…

gujarattak
follow google news

સોનિપત : હરિયાણાના યમુનાનગરમાં બુધવારે રાવણદહન દરમિયાન દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર દહન બાદ તુરંત જ લોકો લાકડા ઉઠાવવા માટે રાવણના પુતળા તરફ દોડ્યા ત્યારે અચાનક જ રાવણનું પુતળુ તેમના પર પડ્યું હતું. વીડિયો પરથી સ્પષ્ટ જોઇ શકાય છે કે, કેટલાક લોકો સળગી રહેલા પુતળાની ઝપટે ચડ્યા હતા. તંત્રનું કહેવું છે કે, હોસ્પિટલમાં કોઇને પણ દાખલ નથી કરવામાં આવ્યા. જેથી હજી સુધી ઘાયલોની અધિકારીક કોઇ પૃષ્ટી નથી થઇ રહી.

અત્રે નોંધનીય છે કે, શહેરના દશેરા ગ્રાઉન્ડમાં 70 ફુટ ઉંચા રાવણનું પુતળુ લગાવવામાં આવ્યું હતું. જેના દહનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. આ પુતળુ તેમના પર પડ્યું તે દરમિયાન ભારે ભાગદોડ મચી ગઇ હતી. જો કે તત્કાલ પોલીસ દળ ત્વારા ઘટના સ્થળે પહોંચીને લોકોને બચાવવા માટે સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો હતો.

    follow whatsapp