Ratan Tata Deepfake Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) બાદ હવે બિઝનેસ જગતના દિગ્ગજ રતન ટાટા પણ ડીપફેક વીડિયો (Ratan Tata Deepfake Video Viral)નો શિકાર બન્યા છે. તેની જાણકારી તેમણે પોતે જ લોકોને આપી છે અને સાવધાન રહેવાની પણ સલાહ આપી છે. તમે સોશિયલ મીડિયા પર આવી ઘણી પોસ્ટ જોઈ હતી, જેમાં મોટી-મોટી કંપનીઓની નામે નફો કમાવવાની વાત કહેવામાં આવે છે. ઘણા લોકો ઠગોની જાળમાં પણ ફસાઈ જાય છે.
ADVERTISEMENT
રતન ટાટાના નામે ફેક પોસ્ટ
ત્યારે કેટલાક લોકો રતન ટાટા (Ratan Tata Fake Video)ના નામે સારા પૈસા કમાવવાની લાલચ આપી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટાટા ગ્રુપની મેનેજર હોવાનો દાવો કરતી એક મહિલા લોકોને સારો નફો કમાવવા માટે રોકાણ કરવાનું કહી રહી છે. જ્યારે આ ફેક વીડિયોની માહિતી ટાટા કંપની સુધી પહોંચી તો કંપનીએ તેને ફેક ગણાવ્યો અને આવી પોસ્ટથી સાવધાન રહેવાની સલાહ આપી.
ફેક પોસ્ટ વાયરલ
જો ફેક પોસ્ટ વાયરલ થઈ છે. તેમાં સોના અગ્રવાલ નામની એક આઈડી દ્વારા ટાટામાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. જેમાં રતન ટાટાના ડીપફેક વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોના અગ્રવાલે પોતાને ટાટાની મેનેજર ગણાવી છે. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે ભારતના લોકો માટે રોકાણની તક. આ સાથે જ બેંક ખાતામાં પૈસા જમાં કરાવવાના મેસેજ પણ બતાવવામાં આવ્યા છે.
રતન ટાટાએ પોસ્ટને ગણાવી ફેક
રતન ટાટાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અને પોસ્ટ શેર કરીને આ પોસ્ટને ફેક ગણાવી છે. સાથે જ લખ્યું છે કે આવા મેસેજ અને ફેક વીડિયો પોસ્ટથી સાવધાન રહેવું. આવી પોસ્ટના કારણે તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
આ પહેલા પણ સામે આવ્યું હતું સત્ય
ICC વર્લ્ડ કપ લીગ મેચ દરમિયાન પણ રતન ટાટાના નામની એક નકલી પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં રતન ટાટાએ આ પોસ્ટને ફેક ગણાવી હતી અને કહ્યું હતું કે તેમને ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નથી.
ADVERTISEMENT