VIDEO : મોદી સરકારના શપથ સમારોહમાં પહોંચ્યો દિપડો? વાયરલ વીડિયોથી હડકંપ મચ્યો

Gujarat Tak

10 Jun 2024 (अपडेटेड: Jun 10 2024 2:39 PM)

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શપથ લઈને સાઈન કરી રહેલા મંત્રી દુર્ગાદાસ ઉઇકે દેખાઈ રહ્યા છે. ત્યારે તેમની પાછળ દાદરની ઉપરથી એક જંગલી જાનવર પસાર થતું નજરે પડી રહ્યું છે. આ વીડિયોએ હવે કુતૂહલ સર્જ્યું છે.

rashtrapati-bhavan-wild animal

શપથ ગ્રહણ સમારોહ, રાષ્ટ્રપતિ ભવન

follow google news

Animal at Rashtrapati Bhavan oath ceremony video : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે 9 તારીખની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહમાં નવી સરકારે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશના લોકો સામેલ થયા. જેમાં રાજકીય, બિઝનેસ અને ફિલ્મી જગતના લોકો પણ સામેલ થયા. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર કુતૂહલ સર્જ્યું છે.

વીડિયોએ ઈન્ટરનેટ પર હડકંપ મચાવ્યો

સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કેમેરામાં એક શંકાસ્પદ જાનવર કેદ થતું નજરે પડી રહ્યું છે. આ જાનવરને લઈને ઈન્ટરનેટ પર એક ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે  આ જાનવર દિપડો હતો, ત્યારે કેટલાક લોકો આને જંગલી બિલાડી અને બોબ કેટ કહી રહ્યા છે. જોકે, એ કન્ફર્મ નથી થયું કે કેમેરામાં દેખાયેલ જાનવર કયું હતું. જો આ જાનવર દિપડો જ હતો તો આ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ ચિંતાની વાત છે. બીજી રાહતની વાત એ છે કે જો આ દિપડો હતો તો તે સ્ટેજ તરફ ન આવ્યો અને મહેમાનો તરફ ન આવ્યો.

વીડિયોમાં જોઈ શકાય છે કે શપથ દરમિયાન એક તરફ રાષ્ટ્રપતિ મહોદયા બેઠા છે અને બીજી તરફ મધ્યપ્રદેશથી આવતા સાંસદ દુર્ગા દાસ શપથ બાદ પેપર પર હસ્તાક્ષર કરી રહ્યા છે. આ વચ્ચે એક શંકાસ્પદ જાનવર પસાર થતું નજરે પડ્યું. તે એક બાજુથી બીજી બાજુ જઈ રહ્યું હતું. ત્યારે કેમેરામાં આ જાનવર કેદ થઈ ગયું. ત્યારબાદ જાનવરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

    follow whatsapp