રાષ્ટ્રપતિ ભવનમાં હવે સપ્તાહના 6 દિવસમાં 7 સ્લૉટમાં કરો ભ્રમણ

સંજય શર્મા.નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પહેલ અને ઈચ્છાને પરિણામે 1 જુનથી રાષ્ટ્રપતિ ભવનના દરવાજા સામાન્ય નાગરિકોના ભ્રમણ માટે અઠવાડિયામાં 6 દિવસ ખુલ્લા રહેશે, તે…

રાષ્ટ્રપતિ ભવનમાં હવે સપ્તાહના 6 દિવસમાં 7 સ્લૉટમાં કરો ભ્રમણ

રાષ્ટ્રપતિ ભવનમાં હવે સપ્તાહના 6 દિવસમાં 7 સ્લૉટમાં કરો ભ્રમણ

follow google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પહેલ અને ઈચ્છાને પરિણામે 1 જુનથી રાષ્ટ્રપતિ ભવનના દરવાજા સામાન્ય નાગરિકોના ભ્રમણ માટે અઠવાડિયામાં 6 દિવસ ખુલ્લા રહેશે, તે પણ પહેલા કરતા એક કલાક વધારે સમય માટે. સોમવારે લોકો રાષ્ટ્રપતિ ભવન બાગ અને અહીં સ્થિત મ્યૂઝિયમ માટે ગાઈડેડ ટૂરનો આનંદ નહીં ઉઠાવી શકે. સોમવારે આ સુવિધા નહીં મળે. જ્યારે સાર્વજનિક અને રાજપત્રિત અવકાશ ન હોય તો મંગળવારથી રવિવાર સુધી ગાઈડેડ ટૂર દ્વારા રાષ્ટ્રપતિ ભવનના સ્થાપત્યો અને સૌંદર્યની ભવ્યતા નિહારી શકાશે.

પહેલાના સમય અને વારમાં કરાયો ફેરફાર
અત્યાર સુધીની વાત કરીએ તો સોમવાર અને મંગળવારે રાષ્ટ્રપતિ ભવનના દરવાજા ગાઈડેડ ટૂર માટે બંધ રહેતા હતા. પહેલા બુધવારથી રવિવાર સુધી સવારના દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી પાંચ ટાઈમ સ્લોટમાં લોકો રાષ્ટ્રપતિ ભવન ફરવા જઈ શકતા હતા. હવે છ દિવસ અને સાત ટાઈમ સ્લોટની સુવિધા આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે સવારે 9.30થી સાંજના 4.30 વચ્ચે સાત સ્લોટમાં આ ગાઈડેડ ટૂર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ગેઝેટેડ અથવા જાહેર અવકાશના દિવસોને છોડીને દરેક શનિવારે સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ ભવનના લાલ બજરી વાળા યાર્ડ એટલે કે ફોર કોર્ટમાં થનારી સુરક્ષા ગાર્ડના પરિવર્તન એટલે કે ચેન્જ ઓફ ગાર્ડ્સ સમારંભમાં શામેલ થવાનો અવસર પહેલાની જેમ મળતો રહેશે.

ખાનગી કોલેજોની કોર્સ ફીમાં તોતિંગ વધારા બાદ MK યુનિ.નો પરીક્ષા ફીમાં 10%નો વધારો

કેવી રીતે કરવું બુકિંગ?
આ તમામ સુવિધાઓ માટે રાષ્ટ્રપતિ ભવનની વેબ સાઈટ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ટાઈમ સ્લોટ બુક કરાવી શકશે. રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ એટલે કે આ http://rashtrapatisachivalaya.gov.in/rbtour લીંક પર ક્લિક કરીને આપ પોતાની યાદગાર યાત્રાને સરળ બનાવી શકો છો. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત પહેલા એટલે કે એડવાન્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રિ છે. રજીસ્ટ્રેશન કરવા માટે તમારે અહીં દર્શાવેલી લિંક પર ક્લિક કરીને અથવા વેબસાઈટના હોમ પેજ પર ટોપ લાઈનમાં અપાયેલા પ્લાન યોર વિઝિટ પર ક્લિક કરવાની રહેશે. અહીં ક્લિક કરવા પર તમારી સામે કેલેન્ડર ઓપન થશે. તેમાં તમારે બુક નાઉની વિન્ડો દેખાશે તેમાં આપ પોતાના હિસાબથી ટાઈમ સ્લોટમાં બુકિંગ કરાવી શકશો. રજીસ્ટ્રેશન કર્યા પછી જ્યારે આપ રાષ્ટ્રપતિ ભવન જશો તયારે અહીં રજીસ્ટ્રેશન નંબર સાથે આપે તમારું ફોટો આઈડી બતાવવાનું રહેશે. તે પછી પુરી રીતે તપાસ કર્યા પછી આપ આ ભવ્ય ઐતિહાસિક પરિસરમાં ગાઈડ સાથે નક્કી કરાયેલા વિસ્તારમાં ફરી શકશો.

    follow whatsapp