નવી દિલ્હી: બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે જ્યારે બે પરિપક્વ લોકો રીલોએશનશીપમાં હોય છે, ત્યારે તેમાંથી એક પાછળથી બળાત્કારનો આરોપ લગાવી શકે નહીં. કારણ કે સંબંધ તૂટી જાય છે અથવા લગ્ન તરફ આગળ વધતાં નથી. જસ્ટિસ ભારતી ડાંગરેએ 29 માર્ચે ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં 2016માં એક મહિલા દ્વારા તેના ભૂતપૂર્વ સાથી વિરુદ્ધ નોંધાયેલા બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
કોર્ટે કહ્યું હતું કે રિલેશનશિપમાં ફક્ત એક જ વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં કારણ કે કેટલાક કારણોસર બંને લગ્ન કરી શકતા નથી. 26 વર્ષીય મહિલાએ તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેણી સોશિયલ મીડિયા દ્વારા આ પુરુષને મળી હતી અને લગ્નના ખોટા વચન પર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં આ વ્યક્તિએ આ કેસમાં નિર્દોષ છૂટવા માટે કોર્ટમાં અરજી કરી હતી. તેની અરજી સ્વીકારતા કોર્ટે કહ્યું કે પુરુષ અને મહિલા આઠ વર્ષથી રિલેશનશિપમાં હતા.
ફક્ત લગ્નના વચન પર જ જાતીય સબંધો નથી બાંધતા
હાઈકોર્ટે કહ્યું કે જ્યારે બંને વચ્ચે શારીરિક સંબંધ બન્યો ત્યારે તે સમયે તે પુખ્ત હતી. તેણી એવી ઉંમરે હતી જ્યાં તેણીની ક્રિયાઓના પરિણામોને સમજવા માટે તેણી પાસે પૂરતી પરિપક્વતા હોવાનું માનવામાં આવે છે. અને સ્ત્રીના જણાવ્યા મુજબ, કેટલાક પ્રસંગોએ સંબંધ સહમતિથી હતો, પરંતુ તે બળજબરીનો હતો. આ સંબંધ લાંબા સમય સુધી ચાલુ રહ્યો અને તે એવા નિષ્કર્ષ તરફ દોરી જતો નથી કે દરેક પ્રસંગોએ લગ્નના વચન પર જ જાતીય સંબંધો બાંધવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગૃહ મંત્રાલય હનુમાન જયંતિને લઈને એલર્ટ મોડમાં… એડવાઈઝરી કરી જાહેર, જાણો શું કહ્યું
પ્રેમમાં હતી એટલા માટે બંધાયા શારીરિક સબંધો
જસ્ટિસ ડાંગરેએકહ્યું હતું કે સંબંધોમાં તિરાડ આવી હતી નબનવ બન્યો તેથી એવું અનુમાન ન લગાવી શકાય કે દર વખતે શારીરિક સંબંધ તેની મરજી વિરુદ્ધ થયો હોય. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે મહિલાના જણાવ્યા મુજબ, તેણી તેના પ્રેમમાં હતી અને લગ્નના વચનને કારણે નહીં પરંતુ તે યુવક સાથે પ્રેમમાં હતી એટલા માટે શારીરિક સંબંધ બાંધવામાં સહમતી આપી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT