Animal Scene Copied From Hollywood: રણબીર કપૂરની ફિલ્મ એનિમલ વર્ષ 2023ની મોટી ફિલ્મોમાંથી એક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર ગઈકાલે રિલીઝ થયું છે, જે ખૂબ જ ધાંસૂ છે. ટ્રેલર એકદમ શાનદાર છે અને રણબીર કપૂરનો ઈન્ટેન્સ લુક ખૂબ જ ઈમ્પ્રેસિવ છે. ટ્રેલર જોયા પછી આપણે સ્વીકારવું પડશે કે રણબીર કપૂરે એનિમલ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. આ ફિલ્મની કહાની પણ લોકોને પસંદ આવશે. લોકોને રણબીર કપૂરનો લુક પણ ઘણો પસંદ આવ્યો છે. પરંતુ હવે આ ફિલ્મના એક સીન પર કોપીનો આરોપ લાગ્યો છે.
ADVERTISEMENT
હોલીવુડ ફિલ્મનો સીન
એવું કહેવામાં આવી રહ્યું છે કે, અનિમલ ફિલ્મમાં જે ગંડાસા ચલાવતા રણબીર કપૂરનો સીન છે, તે એક હોલીવુડ ફિલ્મ’ઓલ્ડ બોય’માંથી કોપી કરવામાં આવ્યો છે. જોકે, જે હોલીવુડ મૂવી છે તેમાં ન તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે અને ન તો આ હોલીવુડ ફિલ્મમાં સિનેમેટિક અંદાજ જોવા મળી રહ્યો છે. ખૂબ જ સરળ રીતે હીરો લોકોને મારી નાખે છે અને જીત મેળવે છે. કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂરની ફિલ્મના આ સીનને અહીંથી કોપી કરવામાં આવ્યો છે.
કોપીનો લાગ્યો આરોપ
અનિમલ ફિલ્મની વાત કરીએ તો આ સીનમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવામાં આવ્યું છે અને હાજર લોકોએ ફેન્સી હેડગિયર પહેર્યા છે. સાથે જ રણબીર કપૂરની આંખોમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. આ સીનને ઘણો શાનદાર સિનેમેટિક અંદાજ આપવામાં આવ્યો છે. જોકે, બંને ફિલ્મો એકદમ સમાન નથી, પરંતુ માત્ર એક સીનને કારણે ‘એનિમલ’ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે હોલીવુડ ફિલ્મની કોપી છે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ
એનિમલની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં રણબીર કપૂર સિવાય અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના, તૃપ્તિ ડિમરી સહિતના ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
ADVERTISEMENT