દિલ્હીમાં પકડાયેલા ISIS આતંકવાદીઓના નિશાન પર હતું રામ મંદિર, દેશના ટોપના નેતાઓને…

નવી દિલ્હી : આતંકવાદીની પુછપરછ દરમિયાન મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કડક પુછપરછ દરમિયાન આતંકવાદીઓએ જણાવ્યું કે, તેના નિશાન પર દેશના અનેક મોટા નેતાઓ…

Attack on ram mandir

Attack on ram mandir

follow google news

નવી દિલ્હી : આતંકવાદીની પુછપરછ દરમિયાન મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કડક પુછપરછ દરમિયાન આતંકવાદીઓએ જણાવ્યું કે, તેના નિશાન પર દેશના અનેક મોટા નેતાઓ ઉપરાંત કેટલાક મંદિર પણ હતા. મુંબઇનું છાબડા હાઉસ પણ ટાર્ગેટ પર હતું.

સોમવારે દિલ્હી પોલીસે 3 આતંકવાદીઓને ઝડપી લીધા

સોમવારે દિલ્હીમાં પોલીસની સ્પેશિયલ સેલે ISIS ના 3 આતંકવાદીઓને પકડ્યાં છે. ત્રણેય આતંકવાદીઓની પુછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. પુછપરછ દરમિયાન આતંકવાદીઓએ જણાવ્યું કે, તેના નિશાન પર દેશના અનેક મોટા નેતાઓ સાથે કેટલાક મંદિર પણ હતા. આ દરમિયાન આતંકાદીઓનું અયોધ્યાનું રામ મંદિર સાથે જ મુંબઇનું છાબડા હાઉસ પણ નિશાન પર હતું. પુછપરછમાં ત્રણ આતંકવાદીઓ શાહનવાઝ, રિઝવાન અને અરશદે કેટલાક મોટા ખુલાસા કર્યા છે.

ટાર્ગેટ પર હતા કેટલાક મહત્વના સ્થાન

ISIS આતંકવાદીઓની ધરપકડ બાદ પોલીસે આકરી પુછપરછ કરી છે. આ દરમિયાન પોલીસને આતંકવાદીઓના મોઢામાંથી અનેક મોટા મોટા રહસ્યો કઢાવવામાં સપળતા મળી છે. આતંકવાદી શાહનવાઝ ઉર્ફે સૈફી, અરશદ અને રિઝવાને અનેક મોટા ખુલાસા કર્યા છે. આતંકવાદીઓએ જણાવ્યું કે, દેશના અનેક ખ્યાતનામ સ્થળો તેમના ટાર્ગેટ પર હતી. જેમાં રામ મંદિર, મુંબઇનું છાબડા હાઉસ અને દેશના અનેત મોટા નેતાઓ તેના સોફ્ટ ટાર્ગેટ હતા. પોતાનો પ્લાન પુર્ણ કરતા પહેલા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે.

આ સામાન જપ્ત કર્યો

દિલ્હીમાંથી ધરપકડ કરાયેલા બંન્ને આતંકવાદીઓએ ઠેકાણા પરથી પોલીસને અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી છે. તેમાં હથિયારની સાથે હથિયાર બનાવવાનો સામાન પણ જપ્ત કર્યો છે. મળતી માહિતી અનુસાર બંન્ને આતંકવાદીઓના સ્થળોથી પોલીસને આઇઇડી બનાવવાનો સામાન મળ્યો છે અને આ સાથે જ પિસ્ટલ પણ મળી આવી છે. મળતી માહિતી અનુસાર આ ત્રણેયનું 26/11 કરતા પણ મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારી હતી.

ઉચ્ચ અભ્યાસ કરી ચુક્યા છે ત્રણેય આતંકવાદીઓ

મળતી માહિતી અનુસાર દિલ્હીમાં પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ ખુબ જ ભણેલા ગણેલા છે. ઝારખંડના હજારીબાગનો રહેવાસી શાહનવાઝ માઇનિંગ એન્જીનિયરિંગ કરી ચુક્યો છે. માઇનિંગ એન્જીનિયરિંગનો અભ્યાસ કરવાના કારણે શહનવાઝને બ્લાસ્ટનો સામનો કરવાની પદ્ધતી આવડતી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ તેમ પણ જણાવ્યું કે, બ્લાસ્ટની પ્રૈક્ટિસ માટે તેમણે પુણેના જંગલોનો ઉપયોગ કર્યો હતો. શાહનવાઝ સાથે સાથે પકડાયેલા બંન્ને સાથી રિઝવાન અને અરશદ પણ ભણેલા ગણેલા છે. રિઝવાન કોમ્પ્યુટર સાઇન્સમાંથી બીટેક કરી ચુક્યા છે અને અરશદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણેલો છે.

    follow whatsapp