Ayodhya Ram Mandir: અયોધ્યામાં શ્રી રામની જન્મ ભૂમિ પર બનેલ ભવ્ય દિવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દેશ દુનિયાના રામ ભક્તો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. રામ મંદિરને એક દિવસમાં 3 કરોડ 17 લાખ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. આ જાણકારી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર અનિલ કુમાર મિશ્રાએ આપી છે.
ADVERTISEMENT
દેશ-વિદેશમાંથી પણ આવ્યું દાન
ડૉ.અનિલ કુમાર મિશ્રાએ જણાવ્યું કે મંદિર પરિસરમાં દર્શન માટે આવેલા રામ ભક્તો ઉપરાંત દેશ અને દુનિયામાંથી પણ રામ ભક્તોએ ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી રામ મંદિર માટે દાન આપ્યું છે.
10 કાઉન્ટર ખોલાયા
મંદિર પરિસરમાં 10 દાન કાઉન્ટર ખોલી દેવામાં આવ્યા છે. સૌથી ખાસ વાત એ છે રામ મંદિરના દર્શનની સાથે-સાથે દાન કાઉન્ટર પર પણ સવારથી જ લાંબી લાઈનો લાગી હતી.
5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા રામલલાના દર્શન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મંગળવારે લગભગ 5 લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા. સોમવારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના બીજા દિવસે મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે જ લગભગ 5 લાખ ભક્તો ત્યાં પહોંચ્યા હતા અને રામલલાના દર્શન કર્યા હતા.
ADVERTISEMENT