Ram Mandir: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક કાર્યક્રમ માટે દેશભરમાંથી લગભગ આઠ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં ઉદ્યોગ, સામાજિક અને મનોરંજન જગતની ઘણી હસ્તીઓનો સમાવેશ થાય છે. જોકે, એવા ઘણા લોકો છે જેઓ આ ઐતિહાસિક મહોત્સવનો ભાગ નથી બન્યા. તેમાં કોંગ્રેસ નેતૃત્વ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, TMC ચીફ મમતા બેનર્જી વગેરેના નામ સામેલ છે. તો ચાલો જાણીએ કે જે લોકો રામ મંદિરના ઉદ્ધાટનમાં સામેલ નહોતા થયા, તેઓએ રામલલાનું સ્વાગત કેવી રીતે કર્યું.
ADVERTISEMENT
રાજનાથસિંહે કરી પૂજા
રક્ષામંત્રી રાજનાથસિંહે દિલ્હીના શ્રી સનાતન ધર્મ મંદિરમાં પૂજા અર્ચના કરી
દિલ્હીના મંદિરમાં અમિત શાહે કરી પૂજા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના લક્ષ્મી નારાયણ મંદિરમાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર પૂજા અર્ચના કરી.
હરદીપ પુરીએ તેમના નિવાસસ્થાને કરી પૂજા
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસર પર તેમના નિવાસસ્થાને ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરી.
જે.પી નડ્ડા દિલ્હીના ઝંડેવાલન મંદિરમાં હાજર રહ્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર દિલ્હીના ઝંડેવાલન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
ADVERTISEMENT