‘હું ઈશ્વર-અલ્લાહના સોગંદ ખાઈને કહુ છું કે…’, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મમતા બેનર્જીનો BJP પર હુમલો

Ram Mandir Pran Pratishtha: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે (9 જાન્યુઆરી) રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ઉલ્લેખ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.…

gujarattak
follow google news

Ram Mandir Pran Pratishtha: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે (9 જાન્યુઆરી) રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ઉલ્લેખ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. બેનર્જીએ કહ્યું કે, ભાજપ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન કરીને નાટક કરી રહી છે.

‘હું ધર્મના આધારે લોકોને વહેંચવામાં માનતી નથી’

બંગાળના જયનગરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ કહ્યું, “મને રામ મંદિર વિશે પૂછવામાં આવ્યું હતું. હું એવા તહેવારમાં વિશ્વાસ રાખું છું જે બધાને એક સાથે લાવે છે. તમારે જે કરવું હોય તે કરો, તમે ચૂંટણી પહેલા નાટક કરી રહ્યા છો. મને કોઈ સમસ્યા નથી. પરંતુ તેની સાથે અન્ય સમુદાયના લોકોની અવગણના કરવી યોગ્ય નથી.

તેમણે આગળ કહ્યું, “હું ભગવાનની કસમ ખાઉં છું કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હું હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ક્યારેય ભેદભાવ નહીં થવા દઉં. હું લોકોને ધર્મના આધારે વહેંચવામાં માનતી નથી.

રામ મંદિર માટે મમતા બેનર્જીને અપાયું છે આમંત્રણ

22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ સમાચાર એજન્સી પીટીઆઈએ તાજેતરમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, મમતા બેનર્જી સમારોહમાં હાજરી આપશે નહીં.

TMCએ આમંત્રણ પર શું કહ્યું?

PTI સાથે વાત કરતા, TMCના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, “મમતા બેનર્જી અથવા TMCના અન્ય કોઈ પ્રતિનિધિ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવાનો કોઈ પ્રશ્ન નથી. અમે રાજકારણને ધર્મ સાથે ભેળવવામાં માનતા નથી.

PM મોદી કાર્યક્રમમાં હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત લગભગ દરેક ક્ષેત્રના દિગ્ગજ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

    follow whatsapp