Ram Mandir Inauguration: આજથી બરાબર એક મહિના પછી અયોધ્યાના રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થશે. સમય ઓછો છે, તેથી અયોધ્યાને સુંદર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ભગવાન શ્રી રામના મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના ઉદ્ધાટન અને રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે રામ મંદિરના નામે એક મોટો ફ્રોડ પણ સામે આવ્યો છે. કેટલાક લોકો રામ મંદિર નિર્માણના નામે પેમ્ફલેટ છપાવીને લોકો પાસેથી દાન એકત્ર કરી રહ્યા છે.
ADVERTISEMENT
…તો પોલીસને જાણ કરો
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ કહ્યું છે કે, રામ મંદિરના નિર્માણના નામે કોઈ દાન લેવામાં આવી રહ્યું નથી. આ એક ફ્રોડ છે અને લોકોએ તેનાથી સાવધ રહેવું જોઈએ. જો કોઈ રામ મંદિર નિર્માણના નામે દાન લઈ રહ્યું છે, તો તેની જાણ પોલીસને કરો.
કોઈ સમિતિની કરાઈ નથી રચનાઃ મિલિંદ પરાંડે
વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી મિલિંદ પરાંડેએ શુક્રવારે એક પ્રેસ નિવેદન જારી કરીને કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે કોઈ અલગ સમિતિની રચના કરવામાં આવી નથી. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ભંડોળ એકત્ર કરવાની જવાબદારી કોઈ સમિતિને આપવામાં આવી નથી.
‘ફ્રોડને લઈને સાવધાન રહેવું’
તેમણે કહ્યું છે કે, સમાજે આવી કોઈપણ ફ્રોડને લઈને સતર્ક રહેવું જોઈએ અને આવી કોઈ વ્યક્તિને આર્થિક યોગદાન ન આપવું જોઈએ.
ADVERTISEMENT