Ayodhya Ram Temple: સોમવારે એટલે કે 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેના કારણે અયોધ્યાની દરેક ગલી અનોખો આધ્યાત્મિક અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર રામનગરી ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે યોજાનાર કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત મહેમાનોને આપવામાં આવનારા વિશેષ ‘પ્રસાદ’ વિશે ખાસ જાણકારી સામે આવી છે. મંદિર ટ્રસ્ટે મહેમાનોને આપવા માટે 15 હજાર પ્રસાદના પેકેટ તૈયાર કર્યા છે. ચાલો જાણીએ તેમાં શું ખાસ છે…
ADVERTISEMENT
પ્રસાદના પેકેટમાં શું હશે?
પ્રસાદના પેકેટમાં ડ્રાયફ્રૂટ્સ લાડુ, ગોળની રેવડી, ચિક્કી, ચોખા અને કંકુ પણ હશે. ચોખા અને કંકુ માટે પણ ખાસ પેકિંગ કરવામાં આવ્યું છે. સમારંભની ભવ્યતાની ઝલક પ્રસાદના પેકિંગમાં પણ જોઈ શકાય છે.
મંદિર ટ્રસ્ટે 15 હજાર પેકેટનો ઓર્ડર આપ્યો
ટ્રસ્ટે 15 હજાર પ્રસાદના બોક્સ તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો હતો. આ બોક્સ કેસરી રંગનું છે. તેમાં ‘સાકરીયા’ પણ હશે. તેનું એક કારણ એ છે કે હાલમાં અસ્થાયી મંદિરમાં રામલલાના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદ તરીકે સાકરીયા આપવામાં આવે છે. તેથી તેનો પણ પ્રસાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રસાદ બોક્સ પર હનુમાનગઢીનો લોકો
આ ઉપરાંત રક્ષા સૂત્ર, ‘રામ દિવા’ પણ બોક્સમાં હશે. લોકો તેનો ઉપયોગ રામ જ્યોતિ પ્રગટાવવા માટે કરી શકે છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના લોગો ઉપરાંત પ્રસાદ બોક્સ પર મહાબલી હનુમાનના નિવાસ સ્થાન હનુમાનગઢીનો લોગો પણ છે. તેના પર ચોપાઈ લખેલી છે…
राम नाम रति, राम गति, राम नाम बिस्वास
सुमिरत सुभ मंगल कुसल, दुहुँ दिसि तुलसीदास
દેશભરમાંથી પ્રસાદ માટે વસ્તુઓ અયોધ્યા પહોંચી રહી છે
જેમાં રામ જન્મભૂમિમાં રામલલાની નવી પ્રતિમા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લખવામાં આવ્યો છે. તેમજ પ્રસાદમ અયોધ્યા ધામ લખેલ છે. જો કે દેશભરમાંથી લાડુ અને વિવિધ વસ્તુઓ પ્રસાદ તરીકે અયોધ્યા પહોંચી રહી છે, પરંતુ આ તે પ્રસાદ છે જે શ્રી રામ ટ્રસ્ટ દ્વારા આમંત્રિત મહેમાનો માટે મંગાવવામાં આવ્યો હતો.
લખનૌના છપ્પન ભોગે તેને પોતાના વતી સમર્પિત કર્યું છે. આ બોક્સને બે બેચમાં અયોધ્યાના કારસેવકપુરમ મોકલવામાં આવ્યા છે. છપ્પન ભોગના રવિન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, રામ મંદિરનો પ્રસાદ બનાવવાની તક મળવી એ સૌભાગ્યની વાત છે. તે સંપૂર્ણ ચોકસાઈ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT