Ram Mandir Ayodhya: અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રતિમાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા પ્રતિમા (મૂર્તિ)ની કેટલીક તસવીરો લીક થઈ ગઈ. વાસ્તવમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રણ દિવસ પહેલા શુક્રવારે રામલલાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાળા પથ્થરમાંથી બનેલી આ પ્રતિમાની આંખો પર પીળા રંગનું કપડું બાંધેલું હતું. પરંતુ જે તસવીરો લીક થઈ છે તેમાં આંખો પર પીળા રંગનું કપડું જોવા મળી રહ્યું નથી. આ તસવીરો વાયરલ થયા બાદ રામજન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ (Acharya Satyendra Das) લાલઘુમ થઈ ગયા છે. તેઓએ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી છે.
આંખો પરથી કપડું હટાવી શકાય નહીં: સત્યેન્દ્ર દાસ
રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાનની આંખો પરથી કપડું હટાવી શકાય નહીં. ભગવાનની આંખો પર કપડું જોવા મળી રહ્યું નથી, તે ખોટું છે. આની તપાસ થવી જોઈએ. આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, જ્યાં નવી મૂર્તિ છે, ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી રહી છે….હાલમાં મૂર્તિને કપડાંથી ઢાંકી દેવામાં આવી છે… ખુલ્લી આંખોવાળી મૂર્તિને દેખાડવી યોગ્ય નથી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાનની આંખો ન ખોલવી જોઈએ. આ તસવીર કોણે લીક કરી તેની તપાસ થવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT