PM Modi Celebrates Raksha Bandhan: દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર જોરશોરથી મનાવવામાં આવી રહ્યો છે. બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધીને તહેવારની ઉજવણી કરી રહી છે. આ અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂલની બાળકીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી.
ADVERTISEMENT
સ્કૂલની બાળકીઓએ PM મોદીને બાંધી રાખડી
દિલ્હીની શાળાની બાળકીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે પહોંચી હતી. આ દરમિયાન બાળકીઓએ એકબાદ એક નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી. જે બાદ PM મોદીએ શાળાની બાળાઓ સાથે વાતચીત પણ કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
આ પહેલા PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, રક્ષાબંધન પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અપાર પ્રેમનું પ્રતીક છે. આ પવિત્ર તહેવાર તમારા સંબંધોમાં નવી મધુરતા લાવે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે.
ADVERTISEMENT