Raksha Bandhan 2023 Kab Hai: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટ સુધી બંન્ને દિવસ મનાવવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, રક્ષાબંધન પર ભદ્રાને કારણે તહેવારની બે તિથિઓમાં વહેંચાઇ ગઇ છે. ભદ્રા કાલ 30 ઓગસ્ટના રોજ સવારે પુર્ણિમા તિથી સાથે આરંભ થઇ જશે અને રાત્રે 09.02 મિનિટ સુધી રહેશે. જો કે રક્ષાબંધન પર બની રહેલા કેટલાક શુભયોગ તહેવારનું મહત્વ પણ વધારશે.
ADVERTISEMENT
700 વર્ષ બાદ પંચ મહાયોગ
જ્યોતિષ ગણના અનુસાર રક્ષાબંધન પર 700 વર્ષ બાદ પંચ મહાયોગ બનવા જઇ રહ્યો છે. 30 ઓગસ્ટે સૂર્ય,બુધ, ગુરૂ, શુક્ર અને શનિ ગ્રહ પંચમહાયોગનું નિર્માણ કરવા જઇ રહ્યા છે. ગ્રહોની એવી સ્થિતિ બુધાદિત્ય, વાસરપતિ અને શશ યોગ પણ બનાવશે. જ્યોતિષવિદોનું કહેવું છે કે, એવી શુભ દશામાં રાખડી બાંધવાનું શુભ ફળ અનેક ગણો વધી શકે છે.
30 અથવા 31 કયા દિવસે રાખડી બાંધવી શુભ?
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટ બંન્ને તારીખે મનાવી શકાય છે. તેમાં માત્ર ભદ્રાકાળની અવધીનો ખ્યાલ રાખીને ભાઇને રાખડી બાંધવી પડશે. જો તમે 30 ઓગસ્ટે રક્ષાબંધન મનાવવાના છે તો રાત્રે 9 વાગીને 2 મિનિટે ભદ્રા સમાપ્ત થયા બાદ જ ભાઇને રાખડી બાંધશો. જો તમે 31 ઓગસ્ટે રક્ષાબંધન મનાવવાના છો તો સવારે 07.05 મિનિટ પહેલા ભાઇને રાખડી બાંધો. ત્યાર બાદ શ્રાણવ મહિનાની પુર્ણિમા સાથે જ રક્ષાબંધનનો તહેવાર સમાપ્ત થઇ જશે.
સૌથી સારુ મુહર્ત
હિંદુ પંચાગ અનુસાર ભાઇને રાખડી બાંધવાનો સૌથી સારો સમય 31 ઓગસ્ટે બ્રહ્મ મુહૂર્તમાં રહેશે. તેદિવસે સવારે 04.26 થી સવારે 05.14 સુધી બ્રહ્મ મુહર્ત છે. બીજી તરફ કોઇ પણ સમયે ભાઇને રાખડી બાંધી શકો છો.
1. ભદ્રાકાળમાં ન બાંધો રાખડી
ભદ્રાકાળમાં ક્યારે પણ રાખડી ન બાંધવી જોઇએ. આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો રહેશે. ભદ્રા કાળ 30 ઓગસ્ટ સવારે પૂર્ણિમા તિથિની સાથે આરંભ થશે અને રાત્રે 09.02 વાગ્યા સુધી રહેશે.
2. ઉત્તર-પશ્ચિમ દિશા
વાસ્તુ અનુસાર ભાઇને ભુલીને પણ ઉત્તર પશ્ચિમ દિશામાં બેસીને રાખડી ન બાંધવી જોઇએ. આ દિશામાં રાખડી બાંધવી અપશુકન હોય છે. રાખડી બાંધતા સમયે
3. ન બાંધો આવી રાખડી
બજારમાં આજકાલમાં પ્લાસ્ટિકની રાખડીઓ પણ વેચાય છે. પ્લાસ્ટિકને કેતુનો પદાર્થ માનવામાં આવે છે અને તેને બદનામીનું કારક માનવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાઇને તુટેલી ફુટેલી કે અશુભ ચિન્હોની રાખડી બાંધવાથી બચવું જોઇએ. સારી રાખડી ન મળતા તમે નાડાછડી પણ બાંધી શકો છો.
4. આની ગીફ્ટ આપવાનું પણ ટાળો
જ્યોતિષિઓના અનુસાર રક્ષાબંધ પર બહેનને ધારદાર કે કોઇ અણીવાળી વસ્તુઓ ગીફ્ટ ન આપવી જોઇએ. ફોટોફ્રેમ, કાચ વગેરે જેવી વસ્તુઓથી બચો. બહેનોને રૂમાલ અથવા જુતા-ચપ્પલ પણ ગીફ્ટ આપો. જ્યોતિષમાં બુધને બહેનનું કારક માનવામાં આવ્યું છે. એટલા માટે તમે તેની સાથે જોડાયેલી ચીજ પણ જણાવી શકો છો.
5. કાળા રંગના કપડા
રક્ષાબંધનના દિવસે બહેનને ભુલીને પણ કાળા રંગના વસ્ત્ર ધારણ ન કરવા જોઇએ. જેની જગ્યાએ લાલ-પીળા વસ્ત્રો પહેરવા શુભ રહેશે.
6. ખાન-પાન
રક્ષાબંધનના દિવસે ઘરમાં માંસ, મદિરા અથવા લસણ કે ડુંગળી જેવા તામસિક ભોજનનું સેવન બિલ્કુલ ન કરો. આ દિવસ શુદ્ધ અને સાત્વિક ભોજન ન ખાવું જોઇએ.
ADVERTISEMENT