Grah Gochar 2023 : જ્યોતિષ અનુસાર 100 વર્ષ બાદ ગ્રહોના ગોચરના કારણે એટલો અદ્ભુત સંયોગ બન્યો છે, જેના કારણે ત્રણ રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ રાજયોગના કારણે કેટલીક રાશિઓ માટે ખુબ જ લાભદાયક સાબિત થશે. જ્યાં હાથ નાખશે ત્યાંથી તેમને ફાયદો જ હાથ લાગશે.
ADVERTISEMENT
Grah Gochar 2023 : સમયાંતરે તમામ ગ્રહો પોતાની ચાલ અને સ્થાન બદલતા રહે છે. જ્યોતિષના અનુસાર જ્યારે પણ કોઇ ગ્રહની ચાલમાં પરિવર્તન આવે છે અથવા તો તે રાશિ બદલવાથી તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પણ પડે છે. આ પ્રભાવ સકારાત્મક અથવા નકારાત્મક બંન્ને હોઇ શકે છે.
જ્યોતિષ નિષ્ણાંતોના અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તનથી અનેક શુભ-અશુભ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. જેના કારણે તમામ રાશિઓ પ્રભાવિત થાય છે. જો કે નવરાત્રિના આ શુભ સમયમાં ગ્રહોનો એવો અદ્ભુત સંયોગ બનેલો છે, જેમાં એક નહી પરંતુ ત્રણ રાજયોગ બની રહ્યો છે. આ ત્રણ રાજયોગ ત્રણ રાશિઓ માટે ખુબ જ લાભદાયક રહેશે.
100 વર્ષ બાદ બની રહ્યો છે ગ્રહોનો અદ્ભુત સંયોગ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રહોના ગોચરથી જે ત્રણ રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે તેમાં બુધાદિત્ય રાજયોગ, શશ રાજયોગ અને ભદ્ર યોગ. આ ત્રણ રાજયોગનો શુભ પ્રભાવ ત્રણ રાશિઓના જીવનમાં જબરદસ્ત પરિવર્તન લાવશે અને તેને કરિયર, કારોબારથી માંડીને ધન લાભ થશે અને ભૌતિક સુખ-સુવિધાઓમાં પણ વધારો થશે. આવો જાણી તે ત્રણ રાશિ વિશે કે જેને આ અદ્ભુત સંયોગ દરમિયાન સૌથી વધારે ફાયદો થશે.
વૃષભ રાશિ : આ રાશિના પંચમ ભાવમાં ભદ્ર રાજયોગ અને કર્મ ભાવમાં શશ રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. જેના કારણે તમારા વેપાર ધંધામાં લાભ મળશે. કાર્યક્ષેત્રમાં પદભાર અથવા કોઇ નવી જવાબદારી મળી શકે છે. સંતાન પક્ષ તરફથી પણ કોઇ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ પ્રગાઢતા આવશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે.
મિથુન રાશિ : મિથુન રાશિના લોકોને પણ આ 3 રાજયોગ ખુબ જ ફાયદો કરાવશે. તમારી રાશીમાં શશ રાજયોગનું નિર્માણ ભાવ સ્થાનમાં અને ભદ્ર રાજયોગનું નિર્માણ ચતુર્થ ભાવમાં થઇ રહ્યું છે. જેના કારણે મિથુન રાશિના લોકોનું કોઇ પણ કાર્યમાં ભાગ્યનો સંપુર્ણ સાથ મળશે. આ દરમિયાન મકાન અથવા વાહનનું સુખ પણ મળી શકે છે. પારિવારિક વાતાવરણ ખુબ જ સાનુકુળ રહેશે.
મકર રાશિ : 100 વર્ષ બાદ બનેલા આ ત્રણ રાજયોગનું શુભ ફળ મકર રાશિ માટે ખુબ જ ફળદાયી સાબિત થશે. એવું એટલા માટે કારણ કે તમારી રાશિમાંથી ધન ભાવમાં શશ રાજયોગ અને નવમ ભાવમાં ભદ્રરાજયોગ બની રહ્યો છે. જેના કારણે તેમને અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. આ દરમિયાન તમારા તમામ કાર્ય પુર્ણ થશે અને કાર્યક્ષેત્રમાં પદ-પ્રતિષ્ઠા પણ વધશે.
ADVERTISEMENT