Rajya Sabha Elections: રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર, કર્ણાટકમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો જીત્યા, ભાજપ-JDSના ફાળે આટલી બેઠક

રાજ્યસભાની ચૂંટણીમાં કર્ણાટકના પરિણામો જાહેર થઈ ગયા છે

કર્ણાટકમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો જીત્યા

Results of the Rajya Sabha elections

follow google news

Results of the Rajya Sabha elections: રાજ્યસભાની ચૂંટણીમાં કર્ણાટકના પરિણામો જાહેર થઈ ગયા છે. રાજ્યમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો જીત્યા છે. પાર્ટી તરફથી અજય માકન, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર જીત્યા છે. જ્યારે એક ભાજપના નારાયણ ભંડાગે અને એક જેડીએસના કુપેન્દ્ર રેડ્ડીએ જીત મેળવી છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પણ ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય એસટી સોમશેકરે પાર્ટી વિરુદ્ધ વોટ કર્યો.

ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા?

જ્યારે શિવરામ હબ્બર મતદાનથી દૂર રહ્યા હતા. ચૂંટણીમાં ભાજપને 47 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 139 અને જેડીએસને 36 વોટ મળ્યા હતા. કર્ણાટકમાં, અપક્ષ ધારાસભ્યો જનાર્દન રેડ્ડી, લથા મલ્લિકાર્જુન, પુટ્ટસ્વામી ગૌડા અને દર્શન પુટ્ટનૈયાએ કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં મતદાન કર્યું. મતદાન પહેલા જ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ તેના તમામ ધારાસભ્યોને ખાનગી રિસોર્ટમાં શિફ્ટ કરી દીધા હતા.

કર્ણાટકમાંથી પાંચ ઉમેદવારો હતા, જેમાં કોંગ્રેસ તરફથી અજય માકન, સૈયદ નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર, ભાજપ તરફથી નારાયણ ભંડાગે અને જેડીએસ તરફથી કુપેન્દ્ર રેડ્ડીનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં રાજ્યસભામાં ચૂંટાવા માટે ઉમેદવારને 45 વોટની જરૂર પડે છે. ચૂંટણીમાં કોંગ્રેસના અજય માકનને 47 વોટ, નાસિર હુસૈનને 47 વોટ અને જીસી ચંદ્રશેખરને 45 વોટ મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 47 અને જેડીએસના ઉમેદવારને 36 મત મળ્યા હતા.

    follow whatsapp